________________
દુઃખ અને દુઃખને સુખરૂપ ગણે તે સાચો મુનિ, એમ યોગસારમાં લખ્યું છે. સૌભાગ્ય કે સુયશ નામકર્મનો ઉદય પણ સુખ છે, તે વખતે મલકાઈએ તો મૂળથી ગયા. આપણે તો અમપ્રમત્ત ગુણઠાણાને સ્પર્શવાનો છે. અને ચોથાનું ઠેકાણું ન હોય તો સાધુપણું શા કામનું? - સાધુજીવનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી કે અશુભ વિચાર આવી શકે. આપણી ખામીના કારણે અશુભ વિચાર આવી જાય તો વાત જુદી છે. શુભ અનુષ્ઠાનોમાં પણ જો આપણું લક્ષ શુદ્ધ અને શુભ ન હોય તો આત્મશુદ્ધિ ન થઈ શકે. મોક્ષ ન મળી શકે. હા, સ્વર્ગાદિનાં સુખો મળી શકે. પણ તેથી સંસારવૃદ્ધિ જ થાય. ત્યાં આયુષ્ય લાંબાકાળનાં છે. દીક્ષાર્થીના ૧૬ ગુણોઃ
૧. આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો હોય. ૨. શુદ્ધ કુળ અને શુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલા હોય. ૩. ક્લિષ્ટ કર્મજાળ જેનું ક્ષીણ થઈ ગયું હોય. ૪. નિર્મળ બુદ્ધિવાળો હોય. ૫. સંસારની નિર્ગુણતાનો જાણ હોય. ૬. સંસારથી વિરક્ત થયેલો હોય. ૭. અલ્ય કષાયી. ૮. અલ્પ હાસ્યવાળો. ૯. કૃતજ્ઞતા અને પરોપકાર વિશ્વના સૌથી મોટા બે ગુણો છે, બીજાના
ઉપકારને સ્વીકારવો, માનવો તે કૃતજ્ઞતા. બીજા પર ઉપકાર કરવો
તે પરોપકાર. દીક્ષાર્થીને સૌથી મોટો ગુણ વિનય છે. ૧૦. રાજા વગેરે મોટા માણસોને માન્ય પુરુષ દીક્ષા લે તો શાસન પ્રભાવના
સુંદર થાય. ૧૧. કોઈનો પણ દ્રોહ ન કરે તે ગુરુનો દ્રોહ થોડો કરે? ગુરુને છોડીને
હાલતો ન થાય. • ૧૨. પ્રમત્તાવસ્થામાં પણ શૈલક ગુરુને પંથકે છોડ્યા ન હતા. ૧૩. રૂપવાન, ભદ્રમૂર્તિ ૧૪. શ્રદ્ધાળુ સાધુજીવનનો મંત્ર અને મર્મ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org