SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદમાં કે પરકથામાં પડ્યો તો માર્ગથી શ્રુત થવાનો. શ્રાવક સાધુ થવાના ભાવ રાખે અને સાધુ સિદ્ધ થવાની ભાવ રાખે તે સાધનાપંથે સિદ્ધિને વરે. સાધકને તેના વિનય વડે આગળની સામગ્રી મળતી જાય છે. આપણા મુનિ શ્રી કલાપર્ણવિજય ગુરુઆજ્ઞાયુક્ત શાસ્ત્રાભ્યાસમાં લાગી ગયા. ભક્તિરસ તો તેમને વરેલો હતો, તેમાં જ્ઞાનયોગનો અવસર મળ્યો. જેને જિન ભક્તિ ગમે તેને જિનવાણી ગમે જ. સંયમમાર્ગે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ ભક્તિરસ ઘૂંટાતો ગયો. મુનિ અને ભક્તિ એકમેક હતા. કલાકો સુધી ભાવભક્તિમાં વિભોર મુનિની આંતરિક દશા નિર્મળ થતી ગઈ જે અધ્યાત્મયોગરૂપે પ્રગટ થઈ. જિનપ્રતિમા એમના ભાવપ્રાણ હતા. એક સમય એવો આવ્યો કે કલાકો સુધી ભક્તિ કરતા, ત્યારે શિષ્યોને તેમને તેમાંથી બહાર કાઢવા સંકેત કરવો પડતો. ભક્તિ વડે થયેલી નિર્મળતામાં જિનાગમ સહજ અંકિત થવા માંડ્યા. જ્યાં જ્ઞાનપ્રાપ્તિનો યોગ મળે ત્યાં તેઓ નિર્દોષ બાળક જેવા વિદ્યાર્થી થઈને અભ્યાસ કરવા લાગી જતા. તેમાં વળી વિનયગુણની વિશેષતા વડે થોડા સમયમાં ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. યદ્યપિ તેઓ માનતા ઘણું બાકી છે. પરિણામે પોતાને જે કંઈ મળ્યું તે જ્ઞાન વહેંચતા ગયા. સદાયે ગુરુસેવામાં તત્પર એવા વિનયયુક્ત મુનિશ્રી જ્ઞાનવૃદ્ધિની યોગ્યતાથી પન્યાસપદે પહોંચ્યા છતાં તેમને કંઈ એ પદની આકાંક્ષા કે મોટાઈ ન હતી. ૨૦૧૯માં તેઓ ગાંધીધામ ચોમાસું હતા ત્યાં સમાચાર આવ્યા કે પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા છે. અને તેમનો આત્મા રડી ઊઠ્યો, હજી તો ગુરુનિશ્રાની ઘણી જરૂર છે, ત્યાં અચાનક આ શું બન્યું? વળી મન વાળ્યું તેમના ગુણોનું સ્મરણ એ જ હવે ઉપાય છે. ફ્લોદી સંઘની નિશ્રામાં આ. શ્રી દેવેન્દ્રસૂરિજીના શુભાશિષથી પન્યાસ પદવી ધારણ કરી. એમને માટે તો એ એક ઉપચાર હતો. તેઓને તો ભક્તિ અને જ્ઞાનારાધનામાં જિજ્ઞાસા હતી. તેઓ ઘણુંખરું આચાર્યશ્રીની નિશ્રામાં રહેતા. તેમના ગુરુ આ. શ્રી કંચન વિજયજી મહારાજ તપસ્વી અને અંતર્મુખ સાધક હતા. તેઓ પોતાના શિષ્યના આધ્યાત્મિક વિકાસને લક્ષ્યમાં રાખી તેમને આચાર્યશ્રીની નિશ્રામાં રહેવા જણાવતા. ધન્ય એ ધરા ૧૯૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy