________________
કચ્છ વાગડના જૈનોના હૃદયમાં તેમનું સ્થાન આદરણિય થતું ગયું, તેમનામાં સૌને પ્રશમરસમાં મહાલતા યોગીનાં દર્શન થતાં, તેમનું આ પ્રશમલબ્ધિયુક્ત વાત્સલ્યનું ઝરણું સદાય વહેતું રહેતું. તેમાંય તેમના માર્મિકી તાત્ત્વિક છતાં સરળભાષી પ્રવચનથી જનતામાં જાગૃતિ આવતી. હજારો માનવો તેમની ધર્મસભામાં ગોઠવાઈ જતા. આવું ઉજ્વળ વ્યક્તિત્વ જોઈને આ. શ્રી દેવેન્દ્રસૂરિજીની ભાવના તેમને આચાર્ય પદવી આપવા માટેની હતી, પરંતુ પંન્યાસજી શ્રી કલાપૂર્ણવિજય તેમાં સાદ પુરાવતા નહિ. પદ માટે તેઓ હંમેશાં નિઃસ્પૃહ રહેતા.
આખરે સંઘની પ્રબળભાવના અને વિનંતીને માન આપી તેઓએ ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે સમયે ઉપધાન તપની આરાધનાનો સુયોગ હતો. આમ વિ. સં. ૨૦૨૯ મા. સુ. ત્રીજના પવિત્ર પ્રભાતે પૂ. આ. શ્રી એ પંન્યાસશ્રી કલાપૂર્ણજીને આચાર્યપદ પ્રદાન કરીને સંતોષ અનુભવ્યો. જનસમૂહના નાદથી તીર્થની ધરતી અને ગગન ગાજી ઊઠ્યાં.
નૂતન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિ મહારાજકી જય, આચાર્યશ્રી અમર તપો.”
સમયનું વહેણ વહ્યું જાય છે. જીવનની સાધનાનો તાળો સમાધિમરણ છે. ચૈત્રી ઓળીનું આરાધન હતું. પૂ. ગુરુદેવનું સ્વાથ્ય કથળતું હતું, છતાં ચૌદસના ઉપવાસનો નિયમ જાળવીને મુનિઓ પાસે સ્વાધ્યાય વગેરે કરતા રહ્યા. પૂ. કલાપૂર્ણસૂરિજી આવી ગયા હતા. તેમની સાથે પ્રસન્નતાથી વાત કરી. સાંજે પાંચેક વાગે આસન પર બેઠા હતા. સ્વાથ્ય કથળ્યું. સાથેના મુનિઓ સાવધ થઈ ગયા. નવૈદ્ય ડૉક્ટરની દોડાદોડ, ન કોઈ આકુળતા, આચાર્યશ્રી અને મુનિઓએ સમય પારખીને નવકાર મંત્રની ધૂન ચાલુ કરી, તેમના આત્મપ્રદેશમાં એ મંત્રની ધૂન ચાલુ હતી, તેમના આત્મપ્રદેશમાં એ મંત્રની ધારા વ્યાપેલી હતી. એ જ વાતાવરણમાં તેઓનો પાવન આત્મા નશ્વરદેહને ત્યજીને અલૌકિક દુનિયામાં પહોંચી ગયો.
આમ પૂજ્ય આચાર્ય વડીલોની છત્રછાયા એક પછી એક વિસર્જિત થતી થઈ. અને મોટા સમુદાયની જવાબદારી તેઓના શિરે આવી યદ્યપિ તેઓ તેને માટે સક્ષમ હતા. પરંતુ તેમનું અંતઃસ્તલ આત્મસાધક અને અધ્યાત્મપરાયણ ૧૯૬
ધન્ય એ ધરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org