SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. શ્રાવકવનનું મૂલ્યાંકન તમે અને ઇંદ્ર એકબીજાનો સોદો કરવા તૈયાર થઈ જાવ તો શું બને ? ઇંદ્ર તૈયાર થઈ જાય શ્રાવક થવા. સમૃદ્ધિહીન પણ શ્રાવકજીવન ઇંદ્રને ગમે છે. જ્યારે તમને ધર્મહીન પણ ઇંદ્રાસન ગમે ને ? ઇન્દ્ર જાણે છે કે શ્રાવકમાં મોક્ષની સાધના થાય છે. તમે શું જાણો છો. ? ઘરમાં એવી સામગ્રી ખડકી છે જેમાં પડદાની પાછળ મહારંભ પરિગ્રહ હોય. T. V., ફ્રિજ, મોટર વગેરે ક્યારે ચાલે ? તેની પાછળ મોટાં કતલખાનાંઓ ચાલે છે તે જાણો છો ? જેની ના પાડી છે તે કર્માદાનોની પાછળ આજે જૈનો દોડી રહ્યા છે. પૂ. આચાર્યશ્રી તેને અટકાવે છે. માખી-મચ્છર-માંકડની દવા વાપરતા હો તો તમે જૈન રહી જ શકતા નથી. તેવા હિંસક સાધનો અને કાર્યો ન કરવાની બધા જ બાધા લઈ લો. પરિગ્રહસંજ્ઞા બાધક છે પરિગ્રહસંજ્ઞા સૌથી વધુ પીડનાર છે. પરિગ્રહ છૂટ્યો છે પણ પરિગ્રહ સંજ્ઞા છૂટી છે એવું લાગે છે ? તેને તોડવા દાનધર્મ છે. પછી પીડનારી છે. મૈથુનસંજ્ઞા, એને તોડવા શીલધર્મ. ત્યાર પછી આહારસંશા પીડે છે. આ જ જોઈએ, આ ન જોઈએ એવી વૃત્તિ આહાર-સંજ્ઞા જ છે. આહાર છોડવો સહેલો છે પણ આહારસંશા છોડવી મુશ્કેલ છે. તેને તોડવા તપ-ધર્મ છે. ચોથી પીડનારી ભયસંજ્ઞા છે. ભયના કારણે આપણું મન સતત ચંચળ રહેતું હોય છે. ચંચળતા ભયની જ નિશાની છે. તેને તોડવા ભાવ-ધર્મ છે. સુદર્શન શેઠ શૂળીએ ચઢવાના છે. એવા સમાચાર મળતાં મનોરમાએ કાયોત્સર્ગ કરેલો. જેને કારણે દેવને શૂળીને સિંહાસન બનાવવાની સ્ફુરણા થઈ. શ્રાવકજીવનનું મૂલ્યાંકન ૨૩ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy