SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ માં અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિજ્યકલાપૂર્ણસૂરિજીની જીવનગાથા જન્મ અને શીશુવયનાં ઓજસ ભારતભૂમિ અધ્યાત્મપ્રદાન ધરા છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવથી માંડી આજ સુધી આ ધરા પર શુભ-અશુભ, ઓટ અને ભરતી, તૂફાન અને વિરામના અગણિત પ્રવાહો વહી ગયા. અધ્યાત્મ જોખમાયું, લુપ્ત થયું વળી પાછું ધબકતું થતું. આમ ચરમ તીર્થકર મહાવીર નિર્વાણ પછી વીર શાસનનો આ પાંચમો આરો (કાળ) હજી લગભગ બીજા ૧૮,૦૦૦ વર્ષ વીર શાસનના પ્રભાવમાં અને અન્ય ધાર્મિક પ્રવાહોથી વહેતો રહેવાનો છે. ભારતની કર્મભૂમિએ અનેક ક્ષેત્રોમાં નરવીરો પેદા કર્યા છે, તેમાં વિશેષતા આધ્યાત્મિક સંત નરરત્નોની છે. જેમણે આ ધરાની પાવનતાની પરમતાને પ્રગટેલી રાખી છે. એ સર્વ સંત-સાધુ મહાત્માઓએ જગતના ભૌતિક સુખમાં કેવળ દુઃખ જોયું. અંતરના સુખમાં શમાવા માટે એ ભૌતિકતા કે જેમાં જગત ડૂળ્યું હતું તેને જ તિલાંજલિ આપી સંયમનો ભેખ ધરી ચાલી નીકળ્યા અને પાવનતામાં પૂર્તિ કરતા રહ્યા. ભારતમાં રાજસ્થાનની ભૂમિ, આમ તો રણપ્રદેશ, સૂકી ધરા, છતાં આશ્ચર્ય કે ત્યાં કેવાં ઉત્તમ રત્નોનો ફાલ પાક્યો. એ રાજસ્થાનની સંતરૂપ રત્નની ખાણમાં કેટલાંય નરનારી રત્નો પ્રગટ થયાં. રાજકીય ક્ષેત્રે પ્રતાપ રાણાથી માંડીને શૂરવીરો, ધરણાશાહ જેવા દાનવીરો, મંદિરોના સર્જનકારો, મહાયોગી આનંદઘનજી, ભક્ત મીરાંબાઈ, વળી સતીત્વની રક્ષા માટે સેંકડો સ્ત્રીઓએ આ જ ધરા પર આત્મવિલોપન કર્યું છે. જંગલની ધન્ય એ ધરા ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy