________________
પરિશિષ્ટ : સંક્ષિપ્ત ગ્રંથપરિચય
' ૧. સર્વજ્ઞ કથિત પરમ સામાયિકધર્મ
સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવે સૌ પ્રથમ ઉપદેશ સામાયિક ધર્મનો આપ્યો છે. અર્થાત્ સમભાવ) તે સામાયિક શું છે તે જાણી તેને શ્રદ્ધા / આદરપૂર્વક જીવનમાં જીવવું એ જ માનવભવની સફર સફળ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
ભૌતિક સુખ સામગ્રીથી સમૃદ્ધ બનેલો માનવી ભલે પોતાની જાતને મહાન મનાવવા પ્રયત્ન કરતો રહે, પણ હકીકતમાં તે મહાન નહીં પણ આંતર શત્રુઓથી “મહાત થાય છે. આ શત્રુગણ પર જીત મેળવવી સામાયિકધર્મથી શક્ય છે.
જગતના જીવમાત્રને આત્મતુલ્ય માનવા, તેમાં ઉત્તરોઉત્તર વિકાસ સાધવો. જે પ્રેમ (સ્થૂલ) કુટુંબ પરિજનમાં મર્યાદિત છે તેને સમસ્ત પ્રાણીમાત્રમાં વિસ્તારવો, નિરવધિ વિશ્વવ્યાપી બનાવવો તે સામાયિક ધર્મની સાધના છે.
આત્મભિનતત્ત્વો – પદાર્થો પ્રત્યે વિરક્તિ અને ચૈતન્યતત્ત્વ પ્રત્યે મૈત્રી એ મોક્ષનો માર્ગ છે. જીવનમાં આવું સામાયિક – સમભાવ આવતાંની સાથે પ્રસનતા, પવિત્રતા પ્રસરવા માંડે છે. શાંતિ અને સમતાનો અનુભવ થાય
સામાયિક મોક્ષનું પ્રધાન કારણ શા માટે? સામાયિકનો સાક્ષાત્કાર વાસી ચંદનકલ્પ મહાત્માઓને હોય છે. મુનિ મહાત્માઓને કોઈ વાંસલા વડે દ્વેષભાવથી છેદે, નિંદા કરે, પ્રહાર કરે, અન્ય પ્રકારનો ઉપદ્રવ કરે તો તે નાખુશ ન થાય, અને કોઈ ચંદનથી શરીરે લેપ કરે, ભક્તિ કરે, ગુણગાન કરે, સત્કાર સન્માન કરે તો તે ખુશ ન થાય. વળી ચંદન પોતાના ઉપર પ્રહાર કરનારને સુવાસ આપે છે તેમ મુનિ મહાત્માઓ
પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org