________________
નિગ્રહ ગુણથી ભગવાન મનને શૂન્ય બનાવી દે છે. અનુગ્રહ ગુણથી તમને પૂર્ણ બનાવી દે છે. ગુરુ દ્વારા, પુસ્તક દ્વારા, કોઈ ઘટના દ્વારા કે ગમે તે દ્વારા તમારા જીવનમાં ગુણો આવે તે આખરે ભગવાન દ્વારા જ આવે છે, મૂળ એક જ છે. જ્યાં ક્યાંય પણ વેરાયેલું છે તે ભગવાનનું જ છે, એટલે માનતા થઈ જાવ તો કામ થઈ જાય.
ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિર્વસ્ત્રને વસ્ત્ર, ઘ૨હીનને ઘ૨ આવનાર ઉપકારી ગણાય તો ધર્મ આપનાર ભગવાન કેટલા ઉપકારી ગણાય ? એમના ઉપકારની કોઈ સીમા નથી.
પૂ. આ હેમચંદ્રસાગરસૂરિજી – બે ધ્યાનપણે પણ ભગવાનનું નામ લેવાયને ? પૂજ્યશ્રી : તે વખતે ભગવાન નથી યાદ આવતા એમ સમજી લો. ભગવાન સિવાય કશું યાદ ન આવે, માત્ર ભગવાનનું સ્મરણ જ હોય તો ભગવાન આવે જ.
આ તો તમે મનમાં ૧૭ ચીજો યાદ રાખીને ભગવાનને યાદ કરો છો. ભગવાન ક્યાંથી યાદ આવે ?
ભગવાને આપણને રોકી રાખ્યા છે તે આપણને પરિપક્વ બનાવવા, જુદા ક્ષેત્રમાં રહીએ છીએ, તેથી આપણે કંઈ જુદા નથી. મા પોતાના પુત્રને કમાણી માટે પરદેશ મોકલે તેથી હૃદયની જુદાઈ થોડી થઈ જાય છે ? ભગવાન અનુપમેય છે
ગમે તે નામથી, કોઈ પણ ધર્મવાળા, પ્રભુને પોકારે, ભગવાન તો આ જ આવવાના ! સર્વ ગુણસંપન્ન, સર્વ શક્તિસંપન્ન, સર્વ દોષોથી મુક્ત બીજો કોણ છે ? બધી નદી સમુદ્રમાં મળે છે તેમ બધા જ નમસ્કાર અરિહંત પ્રભુને મળે છે.
ભગવાન કંઈ કૃષ્ણ કે મહાદેવનાં રૂપમાં નથી આવતા, પણ આનંદરૂપે આવે છે. ભગવાન આનંદમૂર્તિ છે, સચ્ચિદાનંદ છે. જ્યારે જ્યારે તમે આનંદથી ભરાઈ જાવ છો ત્યારે સમજી લેજો, ભગવાને મારામાં પ્રવેશ કર્યો છે. મૂર્તિમાં હજુય આપણે ભગવાન માનીએ છીએ, પણ આગમોમાં, અક્ષરોમાં ભગવાન છે, એવું હજુ શિક્ષણ લીધું નથી. અન્ય દર્શીમાં આ અંગે ભગવાન એ અલૌકિક તત્ત્વ છે
૫૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only