________________
છે. મુક્તિમાં તો સુખ છે જ, પણ મુક્તિની સાધનામાં પણ સુખ છે એ સમજાય છે? આપણી તકલીફ આ છે. ચગદ્વેષની ગ્રંથિ તોડો
પ્રશ્ન: વધારે ખતરનાક કોણ? રોગ કે દ્વેષ?
ઉત્તર : અપેક્ષાએ દ્વેષ ખતરનાક છે. રાગને પ્રભુના પ્રેમમાં વાળી નાખો. તો કામ થઈ જાય.
દ્વેષમાં એવું ન થઈ શકે, વળી દ્વેષ વિધ્વંસક છે.
રાગને વીતરાગના રાગમાં રૂપાંતરિત કરીએ તો તે મુક્તિનો માર્ગ બની શકે, પણ દ્વેષનું રૂપાંતર કરીને તેને મુક્તિ માર્ગ બનાવી શકાય નહિ.
રાગ પ્રભુ તરફ રાખી શકાય, વાવસર્વ જીવો પર રાખી શકાય, પણ દ્વેષ તો કોઈના પર પણ ન રાખી શકાય. રાગનો વ્યાપ વધારીને તેને પ્રશસ્ત બનાવી શકાય. દ્વેષમાં આ શક્ય નથી.
પ્રભુનો રાગ મોક્ષ આપી શકે, પણ કોના પરનો દ્વેષ મોક્ષ આપી શકે ? પ્રભુ પર રાગ થાય તો જ તેમની સાથે એકતા આવી શકે પણ રાગ જ ન થાય તો?
રાગને જીતવા અનિત્યાદિ ૧૨ ભાવનાઓ છે.
દ્વેષને જીતવા મૈત્રી આદિ ૪ ભાવનાઓ છે. - જે પાપની આલોચના કરવાનું મન ન થાય તે પાપ નિકાચિત થયેલું સમજવું. નિકાચિત એટલે એવું પાપ કે જે ફળ આવ્યા વિના જાય જ નહિ. ગુણ જેમ ગુણના અનુબંધવાળા બને તેમ દોષ, દોષના અનુબંધવાળા બને.
મૃત્યુ પહેલાં અંદર પડેલા શલ્યો કાઢવા જ પડશે. એ વિના સમાધિમૃત્યુ મળે, એવી આશામાં રહેતા નહિ
તમારી વાત જો તમે કોઈ કારણસર ગુરુને ન કહી શકાય તો ભગવાનને " કહો, વનદેવતાને કહો. એ સીમંધર સ્વામીને પહોંચાડે તેમ પ્રાર્થો, પણ મનમાં રાખીને સશલ્ય જીવન ન જીવો.
કષાયોની મંદતાથી લેયાઓ વિશુદ્ધ થતી જાય, ગુણો પ્રગટ થતા જાય, દોષો દૂર થતા જાય. ગુણો જ આપણા કાયમી સાથી છે.
ઉપદેશનું અમૃતપાન
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org