SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આ દૃષ્ટિ ખૂલી જાય તો ચૈત્યવંદનાદિ તમામ ક્રિયા યાંત્રિક ન લાગે, જડ રૂઢિ ન લાગે, પણ દરેક ક્રિયામાં જીવંતતા આવે, ડગલે ને પગલે ક્રિયા કરતાં આનંદ આવે. ભગવાનનું બહુમાન હૃદયમાં ગોઠાઈ ગયું એટલે સમજી લો. આપણાં બધા જ શુષ્ક અનુષ્ઠાનો નવપલ્લવિત બની ઊડ્યાં, આપણી પાનખર વસંતમાં બદલાઈ, આપણું રણ વૃંદાવન બની ગયું! કોઈ પણ શુદ્ધ ક્રિયા અનુબંધવાળી ન બને તો મોક્ષપ્રદ ન બની શકે. અપુનબંધક ભાવ આવ્યા પછી સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. અનુબંધ વગરના અત્યારના સંયમાદિ ગુણો ભવાંતરમાં સાથે નહિ આવે. અમૃત આસ્વાદ કરી, વિષ ક્ષય કરી આ સાનુબંધની વૃદ્ધિ હોય છે. એ ભોગ-રસમાં લેવાય નહિ. ભોગો ભોગવે છતાંય. ચાખ્યો રે જેણે અમી-લવલેશ, બીજો રે રસ તેને મન નવિ ગમેજી.” મુક્તિ “મોક્ષ મેળવવો એ જેમ ધ્યેય રાખ્યો છે, તેમ કષાયાદિ ભાવોથી મુક્ત બનવું, એ પણ ધ્યેય હોવો જોઈએ. કષાયથી મુક્તિ થશે, પછી જ પેલી મુક્તિ મળશે ને ? ‘પાય - વિત: તિ મુવિત – રેવ ” કષાય મુક્તિ થતાં, ઉપરનો મોક્ષ તો મળશે ત્યારે મળશે, પણ તમને અહીં જ મોક્ષનું સુખ મળશે. મોક્ષમાર્ગમાં વેગ વધારવાની વાત જવા દઈએ. સૌ પ્રથમ આપણે એ વિચારવાનું છે કે મોક્ષમાર્ગમાં પ્રવેશ તો થઈ ગયો છે ને? પ્રવેશ જ ન થયો. હોય તો વેગ શી રીતે આવે? ખોટે માર્ગે હોઈએ ને વેગ વધી જાય તો પણ શો ફાયદો ? આચાર્યાદિ કોઈ પદ મળવાથી મુક્તિમાર્ગ નિશ્ચિત નથી થતો, તેના માટે ગુણો મેળવવા પડે છે. લાંચ આપીને તમે ડોક્ટરી સર્ટિફિકેટ મેળવી શકો, પણ મરતા દર્દીને બચાવી નહિ શકો. ગુણ વિનાની તમારી પદવીઓ મોક્ષ નહિ આપી શકે. મીઠાના પ્રત્યેક કણમાં ખારાશ છે, તેમ સંસારની પ્રત્યેક ઘટનામાં દુઃખ છે. સાકરમાં પ્રત્યેક કણમાં મીઠાશ છે, તેમ મુક્તિની પ્રત્યેક સાધનામાં સુખ ૧૦૪ શ્રી કલાપૂર્ણપ્રબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy