________________
મહાપ્રાણ ધ્યાન સમયે ચૌદ પૂર્વધર ગ્રુત કેવળીઓને હોય છે તે પરમ કલાપ્પાન છે. ૮. જ્યોતિપરમજ્યોતિધ્યાન:
પ્રશસ્ત ધ્યાનના અભ્યાસથી અનુક્રમે મન આત્મભાવમાં લીન થાય ત્યારે સહજ શાંત આંતર જ્યોતિ પ્રગટે છે. તે અંતરમાં આત્મા પરમાત્માના દર્શન પામે છે. તેના નિરંતર અભ્યાસથી અનુભવ વૃદ્ધિ પામતો જાય છે. તેમ તેમ દુઃખદાયી કર્મોનો નાશ થતો જાય છે. ક્રમશઃ કર્મકલંકને સર્વથા દૂર કરી નિજ સ્વરૂપમાં રમતા યોગી પરમ જ્યોતિ સ્વરૂપ પરમ પદને પામે છે.
આ બંને ધ્યાન આત્માની જ્ઞાનશક્તિના સામર્થ્યને બતાવે છે કે જે ધ્યાનના પ્રભાવે આત્મપ્રદેશોમાં ચોટેલા કર્મ સ્કંધો ઢીલા પડે છે. ૯-૧૦. હિંદુપરમબિંદુધ્યાનઃ
૩% અહં આદિ મંત્રપદો ઉપર રહેલાં બિન્દુનું ધ્યાન પણ પ્રસ્તુત બિંદુધ્યાનમાં સહાયક બને છે. તે ઉપચારથી બિંદુધ્યાન છે.
બિંદુધ્યાનના દીર્ઘકાળના અભ્યાસથી આત્મવિશુદ્ધિ વધતાં પરમ બિંદુધ્યાનનો પ્રારંભ થાય છે.
સમ્યકત્વ આદિ નવ શ્રેણિઓમાં થતાં આત્મધ્યાનને પરમ બિંદુધ્યાન કહેલું છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ ઉત્તરોઉત્તર સમયે અસંખ્ય ગુણી વૃદ્ધિ પામતી હોય છે તેથી કર્મ દલિતોની નિર્જરા પણ ઉત્તરોઉત્તર અસંખ્યગુણી થતી જાય છે. ૧૧-૧૨. નાદ-પરમનાદધ્યાનઃ - બિન્દુ આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ વાજિંત્રના ધ્વનિ જેમ ‘આંતરધ્વનિ સંભળાય છે તેને નાદ કહે છે.
આ નાદના અભ્યાસથી વિભિન્ન વ્યક્ત ધ્વનિ સંભળાય તેને પરમનાદ કહે છે. આ બંને ધ્યાન પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે.
સવિકલ્પ ધ્યાનમાં જ્યારે મન અત્યંત સ્થિર બને છે ત્યારે વિકલ્પો અનુક્રમે સૂક્ષ્મ અને અવ્યક્ત ધ્વનિરૂપને ધારણ કરે છે તે “અનાહત નાદ કહે છે. તે ધ્વનિનું ધ્યાન કરતાં ચિત્ત અત્યંત શાંત અને નિર્મળ બને છે,
પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org