SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તે આત્મસ્વરૂપમાં લીન થઈ જાય છે ત્યારે નાદનું શ્રવણ સહજ શાંત થઈ જાય છે. ૧૩-૧૪. તારા-પરમતારા ધ્યાન: કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા સાધકની દૃષ્ટિને તારા ધ્યાન કહે છે. કાયોત્સર્ગમાં મન-વચન-કાયા ત્રણે યોગોની સ્થિરતા હોવાથી તેને માનસિક, વાચિક, અને કાયિક ધ્યાનરૂપ માન્યું છે. દૃષ્ટિની સ્થિરતા મનની સ્થિરતામાં સહાયક છે. કાયોત્સર્ગ પાંચમું આવશ્યક અને છહું અત્યંતર તપ છે. તેમાં કાયાને શિથિલ રાખી, સ્થિર કરી, શ્વાસની ગતિ અને ચિત્તને શાંત કરી મૌનપણે અરિહંતાદિનું ધ્યાન કરાય છે. તારાધ્યાનના સતત અભ્યાસના પરિણામે અનુક્રમે “પરમતારાધ્યાન’ સિદ્ધ થાય છે. તેમાં એક શુષ્ક પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય વ્યક્તિ કે ચતુર્વિધ સંઘ આ કાયોત્સર્ગ દ્વારા ધ્યાન અને સમાધિનો યથોચિત અભ્યાસ કરી શકે છે. ચૈત્યવંદનાદિમાં તેનું વિધાન છે. ૧૫-૧૬ લય-પરમલય ધ્યાન: તારા પરમતારાધ્યાનમાં બાહ્યદૃષ્ટિની નિશળતા છે. લય-પરમલય ધ્યાનમાં આંતરદષ્ટિની લીનતા જણાવે છે. - વજલેપના યોગથી વસ્તુ પણ વજતુલ્ય બની લાખો વર્ષ સુધી ટકે છે. તેવી રીતે સાધકનો અરિહંત પરમાત્મા આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં તે પરમાત્મ સ્વરૂપમાં લીન બને છે તે “લયધ્યાન' છે. લયધ્યાનના દીર્ઘ અભ્યાસ વડે આત્મા આત્માનું જ જ્યારે દર્શન કરે છે ત્યારે તે પરમલય-ધ્યાન' કહેવાય છે. આત્મદર્શન એ જ સર્વ ધ્યાનોનું ફળ છે. ૧૭-૧૮ લવ-પરમલવ ધ્યાનઃ જે શુભ ધ્યાન અને સંયમ આદિ વડે કર્મોનું લવન (કપાવવું) તે ૧૬૮ શ્રી કલાપૂર્ણપ્રબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy