________________
પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા શલ્યનું વિસર્જન કરવાનું શાસ્ત્રીય વિધાન છે. મોક્ષમાં તો જવું છે, પણ અત્યારે નહિ...
દીક્ષા તો લેવી છે, પણ... અત્યારે નહિ.
આપણું ભાવિ કેવું છે ?
પરભવમાં આપણે કેવા બનવાનું છે ? તેની ઝલક આ ભવમાં આપણને મળે છે. કાળિયો કસાઈ નરકમાં જવાનો હતો એટલે તેને અંત સમયમાં વિષ્ઠાનો લેપ, કાંટાની શય્યા વગેરે જ ગમવા માંડેલું. નરકની આછેરી આ ઝલક હતી. આપણા આગામી ભવની ઝલક અહીં કેવી દેખાય છે ? કઈ સંજ્ઞા વધુ જોર કરે છે ? કર્યો કષાય વધુ છે ? આહારસંશા વધુ રહેતી હોય તો તિર્યંચગતિની ઝલક સમજવી. મૈથુનસંજ્ઞા માનવીની, ભયસંજ્ઞા નરકની, પરિગ્રહસંજ્ઞા દેવગતિની ઝલક કહે છે. પણ એની પાછળ રૌદ્રધ્યાન જોડાઈ જાય તો ગતિ બદલાઈ જાય, પરિગ્રહસંશામાં આસક્ત મમ્મણ અને મૈથુનસંજ્ઞામાં આસકૃત બ્રહ્મદત્ત ૭મી નરકે ગયા છે.
ગુણાપ્તિ
પ્રભુમાં મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ આ ચારેય ભવનાઓ ચિંતનાત્મક નથી રહી, પણ સ્વાભાવિક બની ગઈ છે. ચિંતન કરનારું મન તો વિલીન બની ગયું.
હવે મન ક્યાં છે ? પ્રભુ તો મનની પેલે પાર પહોંચી ગયા છે. ગુણોની પ્રાપ્તિ માટેનો મુખ્ય રાજમાર્ગ પ્રભુ-કૃપા છે. પ્રભુ ગુણોના ભંડાર છે. એમના શરણે જ્વાથી ગુણો આવે જ.
બધા ગુણો જોઈતા હોય તો એક ભગવાનને પકડી લો. ભગવાન આવશે તો કોઈ દોષ ઊભો નહિ રહે. બધા જ ગુણો આવી મળશે. પ્રભુ આપણા બન્યા એટલે પ્રભુના ગુણો આપણા જ બન્યા.
બીજાને કરેલી સહાયતામાંથી પેદા થનારો આનંદ એક વાર ચાખશો તો જીવનમાં કદી ભૂલશો નહિ. સ્વાર્થનો આનંદ ઘણો ચાખ્યો, ખરેખર તો સ્વાર્થમાં કોઈ આનંદ હોતો જ નથી, માત્ર આનંદની ભ્રમણા જ હોય છે. બ્રહ્મચારીની પ્રશંસા દેવલોકમાં પણ થાય. સીતાજીની અગ્નિપરીક્ષા વખતે
ઉપદેશનું અમૃતપાન
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭
www.jainelibrary.org