________________
ભગવાન મહાવીરના આનંદ-કામદેવ જેવા શ્રાવકોએ પણ દીક્ષા નહોતી લીધી. તમે એમનાથી પણ વધ્યા?
સાધુઓ તો તમે જુઓ છો ને ? દીક્ષા લીધા પછી શું કરે છે? પણ હું દીક્ષા લેવાના ભાવમાં મક્કમ રહ્યો.
સાધુપણામાં જે સાધના થઈ શકે, તે ગૃહસ્થાપણામાં શી રીતે થઈ શકે? ઘણી વાર લોકો કહેતા હોય છે આપને પ્રભુ પર જેટલું બહુમાન છે એટલું અમને કેમ નથી થતું ! પોતે પણ વિચારું છું; બાળપણથી જ મને પ્રભુનો પ્રેમ કેમ પેદા થયો? જરૂર પૂર્વ જન્મમાં ભગવાનનો પ્રેમ પેદા થયો હશે. માટે જ તમને કહું છું પ્રભુને ચાહવાનું શરૂ કરો. તમારી સાધના શરૂ થઈ જશે. આ જન્મમાં સાધના અધૂરી રહેશે તોપણ ભવાંતરમાં આ સાધના સાથે ચાલશે.
આધોઈમાં એક પત્રકાર (કાન્તિ ભટ્ટે પૂછેલુંઃ શું તમે કચ્છવાગડના લોકો પર કોઈ વશીકરણ કર્યું છે, જેથી લોકો દોડતા આવે છે ?
મેં કહ્યું: હું કોઈ વશીકરણ કરતો નથી. લોકોને પ્રભાવિત કરવા પ્રયત્ન પણ નથી કરતો. હા, લોકોને હું ચાહું છું. આ અનુભવની તમને વાત કહું છું. મને તો ઘણી વાર અનુભવ થાય છે, હું ચાલતો નથી, મને ભગવાન ચલાવી રહ્યા છે.
આજનો જ અનુભવ કહું. ડોળી વગર હું સિદ્ધાચલ પર પડી ગયો. તમને બધાને સમાચાર મળ્યા હશે. ઘણા પૂછવા પણ આવ્યા. પણ બધાને કેટલા જવાબ આપવા? એટલે આજે વાચનામાં જ બધાને કહી દઉં છું, “મને કશું થયું નથી. બચાવનાર ભગવાન મારી પાસે છે.”
દૂર રહેલા ભગવાન ભક્તિથી નજીક આવી જાય છે. ભગવાન નજીક આવ્યા એની ખાતરી શી? ભગવાન પાસે હોય છે ત્યારે મનની ચંચળતા ઘી જાય છે. વિષય – કષાયો શાંત બની જાય છે. ક્યારેક મને એવું લાગે જાણે શરીરમાં કાંઈ વજન જ નથી રહ્યું, સાવ હલકું લાગે. ક્યારેક એવું લાગે જાણે શરીર આકાશમાં ઊડી રહ્યું છે. - હું હમણાં સિદ્ધાચલ પર પડી ગયો. નીચે પથ્થર હતા. ક્યાંય પણ પડું તો વાગે તેમ જ હતું. માથામાં, પીઠમાં, પગમાં, હાથમાં, ક્યાંક તો વાગે જ.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org