________________
વિખેરી નાખવા સમર્થ છે. ભવરૂપ પર્વતને તોડવા સમર્થ છે. અજ્ઞાનરૂપ અંધકારને હરવામાં સૂર્યસમાન છે. વાસ્તવમાં નવકાર એ શુદ્ધ ધ્યાન છે. સર્વ પ્રકારના ધ્યાનોમાં એ પરમ શ્રેષ્ઠ ધ્યાન છે. શેષ સર્વધ્યાનો “નવકાર ધ્યાનમાં સમાય છે. તેમાં ધ્યેયરૂપે પંચપરમેષ્ઠી ભગવંત છે એ પાંચ પરમેષ્ઠિની અવસ્થા અને ગુણોથી તેમનું ધ્યાન પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવ્યું છે.
ધર્મધ્યાનના પ્રકારો ભવાના, ચિંતન અને અનુપ્રેક્ષાના માધ્યમથી છે. તે માટે ભાવના વગેરેના અભ્યાસ કરવો.
શુક્લધ્યાનમાં દ્રવ્યાદિનું સૂક્ષ્મસહજ ચિંતન છે. તે શ્રેણિ અવસ્થાને યોગ્ય છે. નવકારમંત્રનું ધ્યાન શ્રદ્ધાળુ સર્વ જીવોને સાધ્ય છે. તેની પવિત્રતા આદિ યોગ્ય રીતે જાળવવા જરૂરી છે.
નવકારમંત્રના ચક્રમાં ધ્યાન વિષે પ્રસ્તુત ગ્રંથમાં ચિત્ર અને વિધિ સાથે દર્શાવ્યાં છે તે ગ્રંથ દ્વારા અભ્યાસ કરવો. સામાન્ય માહિતી માટે એક પદની આરાધના આ પ્રમાણે છે.
જીવ સિદ્ધસ્વરૂપ છે. તેવી શ્રદ્ધા વડે પ્રગટ સિદ્ધપદનું ધ્યાન કરવું. મૂલાધાર (નીચે ગુદાનો ભાગ) મૂલાધાર ચક્રમાં ચાર પાંખડીવાળી જાણે ચાર દિશા હોય તેમ ધારણા કરવી. વચ્ચેની જગાએ 38 અને ચાર પાંખડીમાં નમઃ સિદ્ધ આમ મંત્રપદનું ધ્યાન ધ્યાતાને પરમ આત્મિક સુખનો લાભ આપે છે.
આ પ્રમાણે પાંચ પદ, નવપદ વગેરેના તે તે પદના શબ્દોવાળા કમળની પાંખડીઓની ધારણા કરી શબ્દો ગોઠવી ધ્યાન કરવું. એકાક્ષરી ૬, દ્વિ અક્ષરી
» હીં, સાત અક્ષરી અસિઆઉસા નમ, એમ ચક્રોમાં કમળની પાંખડીની રચના કરી અક્ષરો ગોઠવી ધ્યાન કરવાથી આત્મલક્ષી ધ્યાન બનવાથી આત્મિક લાભ થાય છે જે ઘનઘાતિ કર્મોનો નાશ કરવાનું કારણ છે.
અન્ય પ્રકારના ધ્યાન માનસિક શાંતિ સુધી પહોંચાડી શકે છે. પરંતુ તે વડે કર્મોનો નાશ થતો ન હોવાથી આત્મિક શાંતિ શક્ય નથી.
મંત્રયુક્ત ચક્રવસિત ધ્યાન આલંબન હોવાથી આલંબનધ્યાન છે, પરંતુ તે શ્વાસ જેવા પૌદગલિક નથી. સાલંબન ધ્યાન જેવા સતત અભ્યાસ વડે. નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. જેમાં પરમ આનંદની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે. જે આત્માનુભૂતિ છે – પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org