________________
વિપાક વિચય – કર્મોના ફળનો વિચાર કરવો તે. સંસ્થાના વિચય – જિનવચન અનુસાર લોકસ્વરૂપનું ચિંતન કરવું. ધર્મધ્યાનને પરિપક્વ - દઢ કરવા શ્રુતજ્ઞાનને આશ્રયી ચાર આલંબનો.
વાચના – સદ્દગુરુ પાસે બહુમાનપૂર્વક સૂત્રઅર્થ મેળવવા, નિર્જરાના હેતુથી ગુરુ પોતાના શિષ્યોને સૂત્રઅર્થ વાત્સલ્યપૂર્વક દાન આપે.
પૃચ્છના – સૂત્ર – અર્થ સંબંધમાં વિનયપૂર્વક શંકાનું સમાધાન કરવું. તેમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે, ધર્મધ્યાનમાં મગ્ન થવાય છે.
પરાવર્તના - જિનોક્ત સૂત્રો ગુરુગમથી વિધિપૂર્વક ગ્રહણ કરીને, કંઠસ્થ કરેલા હોય તેને નિર્જરાના હેતુથી પુનઃ પુનઃ ઉચ્ચારપૂર્વક પાઠ કરવા.
ધર્મકથા – આત્મસાત્ થયેલાં સૂત્રો – અર્થોનો અન્ય સુપાત્રને ઉપદેશ આપવો, ધર્મનો મર્મ સમજાવવો.
ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ૧. આશારુચિ ૨. નિસર્ગરુચિ ૩. ઉપદેશરુચિ ૪. સૂત્રરુચિ.
વિસ્તાર માટે ગ્રંથોનું પરિશીલન કરવું. ધર્મ ધ્યાનના અધિકારી મુખ્યત્વે મુનિજનો છે. આ પ્લાનમાં પિંડસ્થ પદસ્થ, રૂપસ્થનો પણ આવિર્ભાવ છે. આ ત્રણે ભેદો રૂપાતીત ધ્યાનને જે (શુક્લધ્યાન રૂપ છે તેને પ્રાપ્ત કરવાની ભૂમિકા છે. શુક્લધ્યાનના અધિકારી પ્રથમ સંઘયણવાળા પૂર્વધર સમર્થ મહાપુરુષો છે. અલ્પ સત્ત્વવાળા જીવોનું મન કોઈ પણ રીતે આ શુક્લધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકતું નથી. શુકલધ્યાનના ચાર આલંબનો તથા ચાર લક્ષણો
૧. ઉત્તમક્ષમા, ૨. ઉત્તમમૃદુતા (નમ્રતા) ૩. વિવેક ૪. વ્યુત્સર્ગ (દેહભાવનો ત્યાગ)
શુક્લ ધ્યાનનાં ચાર લક્ષણો છે.
શુક્લધ્યાનના ચાર ભેદઃ ૧. પૃથત્વ વિતર્ક સવિચાર ૨એકત્વ વિતર્ક સવિચાર ૩. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ૪. શ્રુચ્છિન્ન ક્રિયા પ્રતિપાતી વિશેષ અભ્યાસ ગ્રંથમાંથી કરવો.
ત્રણે લોકમાં નવકારથી અન્ય સારભૂત કોઈ મંત્ર નથી તેથી પરમ ભક્તિપૂર્વક પ્રતિદિન તેનું ધ્યાન કરવું. આ મહામંત્ર સમગ્ર ઘનઘાતિ કર્મરાશિને ૧૭૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org