________________
યદ્યપિ જીવમાત્ર ધ્યાનયુક્ત છે તેના અંતર્ગત પ્રકારો શાસ્ત્રકારોએ જણાવ્યા છે, જે પ્રચલિત છે, જીવનની હરેક પળે તેની સમજણ જરૂરી છે, કેવા પ્રકારના ધ્યાનથી જીવોની ચઢઊતર થાય છે તે આ ધ્યાનયોગથી ખ્યાલ આવશે.
જે જીવ ધર્મધ્યાનમાં પ્રવેશ નથી કરતો તે પ્રાયે આર્તિ અનેરો રૌદ્રધ્યાનનો ભોગ બને છે. વળી ધર્મધ્યાન ચોથા ગુણસ્થાનથી અંશે પ્રાપ્ત થાય છે તેથી તે પહેલાની અવસ્થા આર્તિ અને રોદ્રધ્યાનની છે છતાં જે જીવો ધર્મ અનુષ્ઠાનોમાં ભાવપૂર્વક ટકે છે તેમનું ધ્યાન શુભ ધ્યાન હોવાથી પુણ્યલક્ષી બને છે પણ નિર્જરાલક્ષી બનતું નથી, તેથી તે સંસારના સુખ સુધી જ લઈ જાય છે. નિર્જરાલક્ષી ધર્મધ્યાન મોક્ષરૂપે પરિણમે છે. | ચાર ધ્યાનનું સંક્ષિપ્ત સ્વરૂપ * આર્તધ્યાનના ચાર પ્રકાર
૧. અનિષ્ટ સંયોગજન્ય, ૨. ઈષ્ટ વિયોગજન્ય, ૩. વ્યાધિવેદનાજન્ય ૪. નિદાન ચિંતનરૂપ ભોગ પ્રાપ્તિજન્ય પરિણામ.
આ ચારે ધ્યાન અશુભ છે. દુઃખજન્ય છે અને તિર્યંચગતિનો હેતુ છે. આ ધ્યાનની સંભાવના છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. રૌદ્રધ્યાનનું સ્વરૂપ અતિ ક્રૂર અધ્યવસાયયુક્ત)
૧. હિંસાનુબંધી ૨. મૃષાનુબંધી, ૩. ચૌયનુબંધી ૪. સંરક્ષણાનુબંધી
આ ચારે પ્રકારો દુર્ગતિનાં કારણ છે. પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે યદ્યપિ ચોથા ગુણસ્થાનકથી જીવના પરિણામ મંદકષાયી હોવાથી અનંત સંસારના કર્મને બાંધતો નથી.
આ અશુભ ધ્યાનનું બળ તોડનારું શુભ ધ્યાન છે, તે દેવગુરુની ભક્તિથી થાય છે. ધર્મધ્યાન ભાવથ્થાન છે
આજ્ઞાવિચય – શ્રી જિનેશ્વર પરમાત્માનું ધ્યાન એ આજ્ઞા છે આશાનો. નિર્ણય તે વિચય.
અપાય વિચય – રાગાદિને કારણે જીવને કેવા દુખ ભોગવવા પડે છે તેનો વિચાર.
પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org