________________
બહારથી લાવવાની મામૂલી વસ્તુ નથી. તેની ક્રમિક વિધિ જૈનદર્શનમાં છે.
આ હકીકત વિચારતાં એ સ્પષ્ટ થાય છે કે આજે ધ્યાનયોગનો માર્ગ ઉઘાડો છે. પણ તે માર્ગની રુચિ મંદ હોવાથી યોગ-માર્ગ અરુચિકર લાગે છે, તેથી તેની જિજ્ઞાસા જાગતી નથી.
ધ્યાન-યોગાભ્યાસની સમસ્ત ક્રિયા પોતાને શુદ્ધ કરવા માટે છે. દેહ, વાણી અને મનથી પરે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મતત્ત્વને ઓળખવા અનુભવવા માટે છે.
અન્ય રીતે થાકીને લોકો ધર્મના મૂળસ્વરૂપને સમજતા કેવળ માનસિક શાંતિ કે શારીરિક સ્વાથ્ય માટે ઔષધાદિથી થાકીને યોગ’ તરફ આકર્ષાયા છે. પણ આત્મિક ઉત્થાનના મહાન ધ્યેયને વરેલી ધ્યાનયોગની સાધનાને તેના મૂળભૂત તત્ત્વોની ઉપેક્ષા કરીને આજે માત્ર માનસિક શાંતિ અને શારીરિક સ્વાથ્યનું લક્ષ્ય બનાવીને લોકો વાસ્તવિકરીતે શાંતિ પામતા નથી, એ રીતે ધ્યાનયોગ’ સાધનાનું અવમૂલ્યન થઈ રહ્યું છે તે દુઃખદ છે. - વાસ્તવમાં માનસિક અશાંતિ અને શારીરિક રોગોનું મૂળ પોતાના આંતરિક દોષો છે જે વિષય કષાયાદિના કારણે બંધાયેલાં અશુભ કર્મોનો ઉદય છે. જીવનમાં વ્યાપક બનેલી દુષ્ટ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ સ્થાપ્યા વિના, મન વચન કાયાના યોગોને સંયમાદિ વડે યોગ્ય દિશામાં વાળ્યા વગર આત્માની શાંતિ અને સ્વાથ્ય કેવી રીતે પ્રાપ્ત થાય?
ધ્યાનયોગની સાધના પ્રગટ અપ્રગટ નિજ દોષોનો નાશ અને ગુણોના વિકાસની સાધના છે. જીવનમાં જેટલે અંશે રાગદ્વેષ મોહાદિ ઘટે તેટલે અંશે આંતરિક દોષોનું પ્રાબલ્ય ઘટે. તેટલા અંશે યોગસાધનાનો વિકાસ થાય. ત્યારે કલ્પનાતીત આત્માનુભૂતિનો પ્રારંભ થાય.
આત્માના અસ્તિત્વ અને સચ્ચિદાનંદ સ્વરૂપની સંપૂર્ણ શ્રદ્ધા સાથે જેમનું સ્વરૂપ પ્રગટ છે. જેઓ તેને પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. તે પરમકૃપાળુ પરમાત્મા અને મહાત્મા પુરુષોની અંતરના બહુમાનપૂર્વક ઉપાસના, ભક્તિ કિરવી. જિનાજ્ઞાનું શુદ્ધ પાલન કરવું તે સાચી સાધનાનો અભિગમ છે. તે સાધનાના પ્રભાવે આત્મા પરમાત્મા સ્વરૂપને પામે છે.
ધ્યાનના ગૂઢ અને ગહન પ્રકારો અભ્યાસીઓને અત્યંત ઉપયોગી છે. ૧૭૨
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org