________________
સર્વવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાયઃ
સર્વ વિરતિ સામાયિકના અભિલાષી આત્માએ પોતાના જીવનની તમામ પ્રવૃત્તિને મોક્ષમાર્ગને અનુકૂળ બનાવવી જોઈએ.
જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલાં તત્ત્વો પર અખંડ શ્રદ્ધા પ્રગટાવવી. સદ્દગુરુની ધર્મવાણી સાંભળી તે મુજબ જીવન જીવવું. ગુણી પુરુષો પ્રત્યે હૈયામાં સદ્ભાવ અને બહુમાન રાખવું. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં સદા ઉદ્યમશીલ રહેવું.
દેહાદિ જડ પદાર્થોની આસક્તિના ત્યાગ દ્વારા આત્મિક ઉત્થાનની પ્રતિપળ ચિંતા રાખવી. દેશવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાય:
સ્વભૂમિકાનુસાર શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોનું વિધિપૂર્વક પાલન કરવું. નમસ્કાર મહામંત્રનું સદાસ્મરણ, મનન, ચિંતન કરવું.
જિનેશ્વર પ્રભુની ત્રણે કાળ સ્વદ્રવ્યથી વિધિપૂર્વક પૂજા કરવી. ગુરુવંદન, સેવા, ભક્તિ ધર્મશ્રવણ કરવું. શુદ્ધાશયથી યથાશક્તિ દાન દેવું.
શ્રાવકધર્મને બાધા ન આવે એ રીતે મહા આરંભ સમારંભવાળા કર્માદાન વગેરેનો ત્યાગ કરી ન્યાય નીતિપૂર્વક આજીવિકા ચલાવવી.
પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓ કરવી.
જીવાદિ તત્ત્વોનું અધ્યયન – મનન કરવું. ભાવનાઓનું ભાન કરવું. શ્રત અને સમ્યકત્વ સામાયિકના ઉપાયઃ
તત્ત્વશ્રવણની તીવ્ર તાલાવેલી ગાવવી. જિનવચનની દઢ શ્રદ્ધા રાખવી. દેવાધિદેવ, ગુરુ ભગવંતની સેવાભક્તિ કરવી. ધર્મ પ્રત્યે અતિ પ્રીતિ કરવી. અપરાધીને પણ ક્ષમા આપવી. તેનું ભૂંડું ન ચિંતવવું.
વિષયો પ્રત્યે વિરક્તિ કરવી. આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને અનુભવવા ઉત્કંઠા રાખવી.
દુઃખી જીવોનાં દુઃખો દૂર કરવા પ્રયત્ન કરવા. આ ગુણોથી સાધકમાં સમ્યકત્વ સામાયિક પ્રગટે છે.
૧૪૦
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org