________________
(૭) વર્ગ : જેના રાગ દ્વેષાદિ દોષોના સમૂહનો પરિહાર થાય છે. અથવા છ અધ્યયનનો એક વર્ગ-સમૂહ છે.
(૮) ન્યાયઃ જે ઇષ્ટ અર્થને સિદ્ધ કરી આપનાર છે, જે સાધ્યમોક્ષનો અમોઘ ઉપાય છે. જેના દ્વારા આત્માને કર્મશત્રુઓ દ્વારા છીનવી લીધેલી પોતાની ગુણ સંપત્તિ ફરી પ્રાપ્ત થાય છે.
૯) આરાધના: મોક્ષપ્રાપ્તિના હેતુથી કદાચ તે આરાધના, સામાયિક આદિ મોક્ષનાં અનન્ય સાધનો છે તેથી તે આરાધના છે.
(૧) માર્ગ: મોક્ષને પ્રાપ્ત કરવા ઇચ્છતા આત્મા માટે આ સામાયિક વગેરે ધોરી રાજમાર્ગ છે.
સામાયિક – સમભાવ – સમતા રહિત આત્મા આત્મલક્ષી સાધનાની કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકતો નથી. કેમકે રત્નત્રય સિવાય કોઈ ગુણ ચઢિયાતો નથી. તે રત્નત્રયીસ્વરૂપ સામાયિકમાં સમાઈ જાય છે.
સંયમ, નિયમ અને તપ દ્વારા સામાયિક આત્મસાત થાય છે.
સંયમઃ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયોનો ઉપશમ. અહિંસાદિ પાંચ વ્રત મનાદિ ત્રણ યોગની ગુપ્તિ. સત્તર પ્રકાર છે.
નિયમઃ અષ્ટ પ્રવચનમાતાને ખોળે જીવન સમર્પિત, નમ્રતા, સરળતા આદિ ગુણો.
તપ: અનશનાદિ બાર તપ દ્વારા કાયાને કસવી જેથી ગમે તેવા ઉપસર્ગો કે ઉપદ્રવમાં સમતા ટકી શકે, દેહભાવ ઘટે.
સામાયિક શબ્દનો નૈશિયિક અર્થ “શુદ્ધ આત્મા છે. અને શુદ્ધ આત્મસ્વભાવમાં થતી રમણતા છે. તેના અધિકારી મુનિમહાત્માઓ છે.
સર્વવિરતિ સામાયિક મોક્ષનું પ્રધાન સાધન હોવા છતાં તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. કોઈ વિરલ પુણ્યશાળી આત્મા જ આવા સાવયોગના સંગનો સર્વથા ત્યાગ કરવા ઉજમાળ બની શકે છે, તેવા પ્રકારના પુણ્ય સામર્થના અભાવે સમ્યકત્વ સામાયિક એમ દેશવિરતિ સામાયિકનું વિધિપૂર્વક આદરબહુમાન સાથે આરાધના કરવામાં આવે તો અનુક્રમે પ્રબળ ચારિત્રમોહનીય કર્મ ક્ષીણ થતાં આ જન્મમાં કે આવતા આગામી જન્મમાં સંપૂર્ણ સામાયિક પ્રાપ્ત કરવાનું પ્રચંડ બળ પ્રગટી શકે છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org