________________
શ્રદ્ધા કરી શકતો નથી, કે ઉપાસના કરી શકતો નથી.
જ્ઞાન એ અદ્ભુત અમૃત છે, કારણ કે તે સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી. જ્ઞાન એ અનુપમ રસાયણ છે, કારણ કે તે ઔષધિના મિશ્રણથી બનેલું નથી. જ્ઞાન એ અપૂર્વ ઐશ્વર્ય છે, કારણ કે ધનાદિ પદાર્થની અપેક્ષા રહિત છે. બાહ્ય જગતના કહેવાતા અમૃત રસાયણ, ઐશ્વર્ય પરપદાર્થ અપેક્ષિત છે, તેથી નાશવંત છે. ત્યારે જ્ઞાનરૂપ ઐશ્વર્ય કોઈ પદાર્થની અપેક્ષા રહિત છે. તેથી સ્વાભાવિક છે, માટે હે ચેતન ! જ્ઞાનસ્વરૂપ આત્મમાં રમણ કર.
આત્મા શુદ્ધ જ છે એવું જ્ઞાન પરમાત્મસ્વરૂપની દઢ શ્રદ્ધા પેદા કરે છે. માટે વિનાશી / પૌગલિક પદાર્થોનો સંગ છોડી અવિનાશી પરમાત્મા સાથે સદા તન્મય કરે તેવા જ્ઞાનનો સતત અભ્યાસ કરવો. અન્યથા વાદવિવાદથી દૂર રહેવું. તત્ત્વજ્ઞાની, અનુભવી મહાત્મા, સંતોની આ વાણી
3 આવા શુદ્ધાત્માને ભુલાવનાર કોણ છે? મોહ મોહ એટલે પારકાને પોતાનું માનવું તે મોહ
જડમાં ચૈતન્યની બુદ્ધિ કરવી તે મોહ અનિત્યને નિત્ય માનવું તે મોહ. અવિનાશીને છોડી વિનાશીની પાછળ દોડવું તે મોહ. ભોગમાં સુખ માનવું તે મોહ. ત્યાગમાં દુખ માનવું તે મોહ. અસ્થિરતાનો આરંભ તે મોહ. આકુળતાનું બીજું નામ તે મોહ.
જ્ઞાન, દર્શન ચારિત્રને દૂષિત કરે તે મોહ. મુક્ત આત્માને કર્મના કવચથી બાંધે તે મોહ રાગ, દ્વેષ, મદ, માન, માયા, કામ, ક્રોધ, ઈર્ષા, અહંમ આ સર્વ મોહના સ્વજનો, સંતતિ છે.
આ દરેક વાક્યમાં એક “ના” ઉમેરી દો તો મોહ મોક્ષ બનશે. આ મોહ ક્યાં સુધી રહે છે, અને કેમ રહે છે ?
અજ્ઞાની જ્યાં સુધી જડમાં ચૈતન્યની બુદ્ધિ કરે છે. શરીરમાં આત્મ બુદ્ધિ કરે છે. પુદ્ગલમાં સુખની માન્યતા કરે છે. પરિવારમાં મમત્વ બુદ્ધિ સેવે છે. વિનાશી ધનાદિમાં સ્પૃહા રાખે છે. ત્યાં સુધી આ મોહની જાળમાં તું ફસાયેલો પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org