________________
રહીશ.
વળી જગતમાં સદ્ગુરુના અભાવે જીવો હિમાલયની ગુફામાં આત્મશાંતિ શોધે છે. કોઈ વન ઉપવનમાં શોધે છે તો કોઈ આશ્રમવાસી થાય છે. પરંતુ
જ્યાં સુધી અનાત્મપદાર્થોમાંથી અહંમ કે મમત્વ છૂટે નહિ પરમાં સ્વની કલ્પના ટળે નહિ ત્યાં સુધી આત્મા કે આત્મશાંતિ પ્રાપ્ત થતી નથી. અનુકૂળતાનો રાગ પ્રતિકૂળતાનો દ્વેષ જીવ બધે શોધી લે છે, જેમાં અસ્થિરતા હોય છે. પછી તેને શાંતિ ક્યાંથી મળે?
જગતમાં જે કંઈ વિચિત્રતા છે તે કર્મજન્ય અવસ્થાઓ છે તેમાં રાગ દ્વેષ ન કરતાં સમભાવ રાખવો તે સમાધિ છે.
ઉદયકર્મને આધીન ક્રોધાદિ કષાયો થાય, તેને સારા માને, પાછો ન વળે તો તેનો અનુબંધ ચોરાશી ચક્કરમાં જીવને ભમાવે છે. આ અનુબંધ ભયંકર છે. તેનો આદર ન કર. નિંદા – આલોચના દ્વારા તેને શીઘ્રતાથી દૂર કરજે. ઉપશમભાવને ધારણ કરજે.
ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી ધિર પરિણામ રે. ભાવિયે શુદ્ધનય ભાવના, પાપ
નાશય તણું ઠામ રે... ઉચિત વ્યવહાર દ્વારા મનને સ્થિર કરવું, નિર્મળ પવિત્ર પરિણામને ઉત્પન્ન કરનાર શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત કરવો.
આમ વ્યવહાર અને નિશ્ચય ઉભય મળીને મોક્ષમાર્ગ બને છે, નિશ્ચયનય સાધ્ય છે, વ્યવહારનય સાધન છે. આત્મા સાધક છે. નિશ્ચયનયની યોગ્યતા ભક્તિયોગ જેવા શુદ્ધ વ્યવહારના પાલનથી પ્રગટે છે. માટે વ્યવહારમાર્ગનું પાલન નિશ્ચયનયને લક્ષ્યમાં રાખીને કરવાનું છે. નિશ્ચયનયને ભૂલીને થતું વ્યવહારધર્મનું પાલન માત્ર કષ્ટ ક્રિયારૂપ બને છે. અગર કર્તાપણાનો અહંકાર ઉત્પન્ન કરે છે અને ભૂમિકા અનુસાર વ્યવહાર ધર્મ ત્યજી દેવાથી પ્રમાદ કે સ્વચ્છેદ જેવા દોષો ઉત્પન થાય છે. શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. હે ચેતન ! હજી સુધી તારી ભૂમિકાનુસાર તને શરણાગતિ, દુષ્કતનિંદા
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org