________________
૧૩. ઉપદેશનું અમૃતપાન
જાણો છો પહેલાં ક્યાં હતા!
બે હજાર સાગરોપમ પહેલાં આપણે નિયમા એકેન્દ્રિયમાં જ હતા. આ આપણો ઇતિહાસ છે. અનંતકાળ પહેલાં નિયમા અનંતકાયમાં હતા. બાદર વનસ્પતિમાં વધુ વખત રહી શકીએ તેમ નથી. પૃથ્વી વગેરે એકેન્દ્રિયને અસંખ્ય અવસર્પિણી, ઉત્સર્પિણી જ રાખી શકે, વધારે નહિ. અનંતકાળની સુવિધામાત્ર નિગોદમાં જ છે. “અમે તો એવી આશામાં હતા કે તમે મોક્ષમાં જશો ને અમને કાઢશો. પણ તમે તો પાછા અહીંના અહીં આવી ગયા.” આમ નિગોદના આપણા જૂના સાથીદારો આપણી અવ્યક્તરીતે મજાક કરશે. જ્યારે ફરી નિગોદમાં આપણે જઈશું ત્યારે ૧૫ દુર્લભ પદાર્થો.
૧. ત્રપણું ૨. પંચેન્દ્રિયત્ન ૩. મનુષ્યત્વ ૪. આદિશ. ૫. ઉત્તમકૂળ ૬. ઉત્તમજાતિ ૭. રૂપસમૃદ્ધિ – પંચેન્દ્રિય પૂર્ણતા ૮. બળ-સામર્થ્ય. ૯. જીવનઆયુષ્ય ૧૦. વિજ્ઞાન-વિશિષ્ટ બુદ્ધિ ૧૧. સમ્યકત્વ ૧૨. શાસ્ત્રો ૧૩. ક્ષાયિકભાવ ૧૪. કેવળજ્ઞાન ૧૫. મોક્ષ. આ દુર્લભ ૧૫ પદાર્થો. અત્યારે આપણને માત્ર ત્રણ જ ખૂટે છે. ૧. ક્ષાયિક ભાવ ૨. કેવળજ્ઞાન ૩. મોક્ષ. સમયનું વહેણ અવિરત છેઃ
રસ્તામાં તમે વધુ વખત રોકાઈ ન શકો યા તો ઉપર જાવ યા તો નીચે. સર્વત્રનિગોદ છે ઉપર મોક્ષ છે. બંને સ્થળે અનંતકાળ સુધી રહેવાની સગવડ છે. મનુષ્યાદિના જન્મો રસ્તા પરનાં સ્ટેશનો છે. સ્ટેશન પર ઘર બાંધવાની ભૂલ કરતા નહિ.
८८
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org