________________
ગુણોની પ્રાપ્તિ અને સુરક્ષા ભગવાનના પ્રભાવથી જ થાય છે. ભગવાનની સંપૂર્ણ આજ્ઞા ગૃહસ્થાવાસમાં પળાતી નથી. હિંસા સતત ચાલુ રહે છે. આથી ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. માટે ચારિત્ર જરૂરી છે. જે ભોગવતાં સંકલેશ થાય તે પાપ, સંક્લેશ ન થાય તે પુણ્ય, ગૃહસ્થને તો પળે પળે સંકલેશ છે. સૌ પ્રથમ ગૃહસ્થને પૈસા જોઈએ પૈસાની કોઈ ખાણ નથી. વેપાર, ખેતી કે મજૂરી બધે જ સખત મહેનત કરવી પડે છે. અહીં સંકલેશ નથી થતો ? પૈસા કમાતાં સંકલેશ ન થતો હોય, અશાંતિ ન જ થતી હોય, એવું કોઈ કહી શકશે ! સંકલેશ હોય ત્યાં દુઃખ એમ તમે જ કહ્યું તો ગૃહસ્થને પાપનો ઉદય ખરો કે નહિ ?
ન
પૂ. ભદ્રંકર વિજયજી પંન્યાસજીએ કહેલું : કોઈ બાબત માટે ચિંતા નહિ કરવી. કેવળીએ જોયું છે તે જ થઈ રહ્યું છે. આપણે કેવળીથી પણ મોટા છીએ ? એમનાથી અન્યથા થવું જોઈએ, એવું વિચારનારા આપણે કોણ ?
સંસારનું સુખ આરોપિત છે. કોઈ પણ વસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના અવિદ્યાજન્ય છે. ખરેખર કોઈ પણ વસ્તુ સુખ કે દુઃખ આપનાર નથી. આપણી અવિદ્યા ત્યાં સુખ કે દુઃખનું આરોપણ કરે છે. આને આરોપિત સુખ કહેવાય. આ રીતે સાતાવેદનીય જન્ય સુખ પણ જ્ઞાનીની નજરે સુખ નથી, પણ દુઃખનું જ બીજું સ્વરૂપ છે. જે તમને અવ્યાબાધ આત્મિક સુખથી અટકાવે તે સુખને (વેદનીયજન્ય સુખને) સારું કઈ રીતે ગણી શકાય ?
તમારા ક્રોડ રૂપિયા દબાવીને કોઈ માત્ર ૫-૧૦ રૂપિયા આપીને તમને રાજી કરવા મથે તો તમે રાજી થાવ ? અહીં આપણે વેદનીય કર્મે આપેલા સુખથી રાજી થઈ રહ્યા છીએ ! જ્ઞાનીઓની નજરે આપણે ઘણાં દયનીય છીએ.
પ્રમાદ મીઠો લાગે છે, બહુ જ મીઠો ! જે મીઠો લાગે તેને દૂર કરવો મુશ્કેલ હોય છે. સુગરકોટેડ ઝેર છે આ પ્રમાદ ! ચિત્રનું મહોરું પહેરીને આવનારો શત્રુ છે આ પ્રમાદ. એને ઓળખવામાં ચૌદપૂર્વી પણ થાપ ખાઈ ગયા છે.
શત્રુ હોવા છતાં પ્રમાદ એટલો મીઠો લાગે કે ગુરુ પણ એની પાસે કડવા લાગે, એટલે સમજી લેવાનું કે અહિત ખૂબ જ નજીક છે.
ઉપદેશનું અમૃતપાન
Jain Education International
For Private & Personal Use Only
૮૯
www.jainelibrary.org