________________
છતાં લોકોમાં ત્યારે એવી વાતો ચાલતી. અક્ષય દીક્ષા લેવાનો છે. હું ત્યારે વિચારતો : લોકોના ભાવ સફળ થાય અને મને ખરેખર દીક્ષા મળી.
હું દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે ઘરનાં અમુક વડીલો કહેતા : અક્ષય ! તમે તો મહાન શ્રાવક આનંદ અને કામદેવથી પણ વધ્યા. તેમણે પણ દીક્ષા નહોતી લીધી. તમે લેવા તૈયાર થયા છો. એવા તમે કયા મોટા ? ઘેર રહી સાધના નથી થતી ?
શાસ્ત્રીય વાતનો પણ માણસ કેવો દુરુપયોગ કરે છે ? શાસ્ત્રમાંથી પણ પોતાને અનુકૂળ તર્ક માણસ કઈ રીતે શોધી કાઢે છે ? તેનો આ નમૂનો છે. 1 જ્ઞાન, દર્શન, ચારિત્રનો જેનાથી લાભ થાય તે બધી જ ચીજોને સામાયિક કહેવાય. એક તાળાની છ ચાવી છે. છએ છ ચાવી લગાવો તો જ તાળું ખૂલે. પાંચ લગાવો ને એક સામાયિક (સમતા)ની ચાવી ન લગાવો તો આત્મમંદિરનાં દરવાજા નહિ ખૂલે એ મારો અનુભવ છે.
ન
મારી પોતાની મદ્રાસમાં એવી સ્થિતિ થઈ ગયેલી કે મુહપત્તીના બોલ યાદ ન આવે પટ્ટ વખતે મોટી શાંતિ ભૂલી જાઉં. આજન્મમાં પણ શરીર આવો દો આપી શકે તો આગામી જન્મોમાં તો શું થશે ? તેની કલ્પના તો કરો.
મેં ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી પહેલેથી અધ્યાત્મની રુચિ આમા રામઃ રામૌ રામાઃ” ભણવું ક્યાં ગમે ? પણ દૃઢ સંકલ્પ હતો : અનુવાદ માત્ર વાસી માલ છે. કર્તાનો સીધો આશય જાણવો હોય તો સંસ્કૃત શીખવું જ જોઈએ. ૮-૧૦ વર્ષે શીખી ગયો. ક્યાંય કંટાળો ન આવે, જ્ઞાન પોતે જ કંટાળો દૂર કરનારું છે. ત્યાં કંટાળાને સવાલ જ ક્યાં છે ? રુચિપૂર્વક ભણીને જુઓ. એમાં રસ કેળવો, કંટાળો ક્યાંય ભાગી જશે.
હું તો મારા અનુભવથી કહું છું : બાહ્ય-આંતર આપત્તિઓમાં ભગવાન રક્ષણ કરે જ છે. જીવનમાં ખૂટતી આધ્યાત્મિક શક્તિઓને પૂરતી કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે યા તો વ્યક્તિ મળે યા પંક્તિ મળી જાય.
નવકાર ગણીને હું પુસ્તક ખોલું, જે નીકળે તેમાં ભગવાનનો આદેશ સમજી હું અમલ કરું અને સરળતા મળે. અત્યારે ભગવાન સિવાય મને કોનો આધાર છે ?
અનુભવથી કહું છું ભગવાન સતત યોગક્ષેમ કરતાં જ રહે છે. ઠેઠ મોક્ષ
પૂજ્યશ્રીની સ્વાનુભૂતિની ઝલક
૯
Jain Education International
For Private & Personal Use Only
૧૨૫ www.jainelibrary.org