________________
સુધી સતત યોગક્ષેમ કરતાં જ રહે છે.
વળી પ્રભુકૃપા અનુભવું કે એવો મેં જાતઅનુભવ અનેક વાર કર્યો છે. અનેક અનેક પ્રસંગોમાં કર્યો છે.
દા.ત. તમે કોઈ પ્રશ્ન કર્યો ને મેં તરત જ જવાબ આપ્યો, ત્યાં હું ભગવાનની કૃપા જોઉં છું. ક્યારેક એકાદ કલાક પછી ભગવાન આવીને જવાબ કહી જાય છે. ભગવાનનું જ છે. ભગવાને જો અપાવવા ઇચ્છતા હશે તો અપાવશે. જવાબદારી એમની છે. ક્યારેક તબિયત અસ્વસ્થ હોય છતાં ભગવાનને યાદ કરીને વાચના માટે ઝુકાવી દઉં. યોગક્ષેમ કરનારા ભગવાન બેઠા છે પછી ચિંતા શી?
મારી જ વાત કરું. ક્ષણ વાર પ્રભુનાં વાક્યો ભુલાઈ જાય તો હું આકુળવ્યાકુળ થઈ જાઉં. આનંદઘનજીની ભાષામાં કહું તો –
મનડુ કિમહી ન બાજે કુંથુજીન” હે કુંથુંજીન મારું મન ઠેકાણે નથી રહેતું.
અધ્યાત્મ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે.”
મેં જે પણ પુસ્તકાદિ લખેલાં છે, તે બધામાં તમે શાસ્ત્ર-પાઠો જોઈ શકશો. હવે તો એવો આત્મવિશ્વાસ થઈ ગયો છે કે જે પણ હું બોલું તે શાસ્ત્ર-સાપેક્ષ જ હોય. કદાચ અત્યારે શાસ્ત્ર-પાઠ ન મળે તો પછી પણ મળી જ આવે.
મને પોતાને ગૃહસ્થપણામાં બે-ચાર વર્ષ સુધી આવો અનુભવ થયેલો. સંસારમાં રહું ખરો, પણ વેદના પારાવાર છ કાયની હિંસા ક્યાં સુધી કરવાની? મનમાં સતત વેદના રહેતી.
જે આત્મા પૂજાથી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચારિત્ર ભગવાનની પૂજાભક્તિના પ્રભાવથી જ મળ્યું છે, એમ હું માનું છું.
અમે દક્ષિણ વગેરેમાં ગયા તે કાંઈ ફરવા કે પ્રસિદ્ધિ માટે નથી ગયા. એ વાત હવે પૂરી થઈ ગઈ.
વધુ પ્રસિદ્ધિ એ મારા માટે તો સાધનાનું મોટું પલિમંથ વિબ) મેલ બની ગયું છે.
અમારા કલોદીમાં વીંછી ઘણા, એમાં અમારું ઘર વીંછીનું ઘર. રોજ ૧૨૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org