________________
પિતાજી ૧૫/૨૦ વીંછી એકઠા કરીને જંગલમાં મૂકી આવે. એક વખત બનિયન પહેરતાં કાંટા જેવું લાગ્યું. જોયું તો મોટો વીંછી. સંભાળને બહાર મૂક્યો ૨૯ વર્ષમાં મને વીંછી કરડ્યો નથી હું માનું છું આ જીવદયાનો પ્રભાવ છે. આપણું અંત:કરણ જીવદયાથી ભરેલું હોય તો કોણ શું કરી શકે?
એક નવકારના કાઉસ્સગ્નમાં પણ એ તાકાત છે કે તમને સમાધિ આપી દે. ભલે એક નવકાર ખૂબ જ નાની ક્રિયા હોય પણ, તેની ઊર્જા ઘણી છે. પૂ. પંન્યાસજીની આ અખંડ શિખ છે. મેં તેમનામાં આ દર્શન કર્યું છે. મારો પણ આ જ અનુભવ છે, મને તેમાંથી જ અધ્યાત્મ પ્રગટ થયું છે. - જ્ઞાનસાર જેવા ગ્રંથ તો મારો પ્રાણ છે. ધર્મસભામાં મારે બેસવાનું હોય. મારું ચિત્ત એ ગ્રંથની નોંધમાં ચટેલ રહે. તેથી કહું છું આ ગ્રંથ સી હૈયામાં ધારણ કરો. એ મુક્તિદાતા બની શકે તેવા રહસ્યો તેમાં છે.
પ્રભુભક્તિમાં મેં તો સાક્ષાત મુક્તિના દર્શન કર્યા છે. એથી તો પ્રભુને છોડતો જ નથી. આત્મા પ્રભુમય બની ગયો છે પછી ક્યાં છૂટે!
આમ આત્મા પરમાત્માનું ઐક્ય કરાવનાર સાચા હૃદયની ભક્તિ છે. હું તો પરમાત્માની ભક્તિ કરું અને આત્માના એક એક પ્રદેશે સ્વરૂપાનંદ પ્રગટે. આ મારો અનુભવ છે. સમયનું ભાન ન રહે. ન દેહનું ભાન રહે. શિષ્યો કંઈ સંકેત કરે ત્યારે ઉપયોગ બહાર આવે. છતાં કંઈ ભક્તિની મસ્તી જાય નહિ એ તો નિરંતર શ્વાસની જેમ રહ્યા કરે.
જેને ભક્તિ દ્વારા મુક્તિ પામી શકાય છે તેવી શ્રદ્ધા નથી. આવી ખાટલે જ ખોટ હોય ત્યાં પ્રભુની શક્તિ – યોગબળ તેમને શું સહાય કરે ? મારો જ અનુભવ કહું મને તો ભક્તિમાં સાક્ષાત પરમાત્માની કૃપાનો અનુભવ થાય છે. ત્યારે મારા આત્મા અને પરમાત્માનો ભેદ જ ભૂંસાઈ જાય છે. એવા અનુભવમાં જતાં પહેલાં સંસારનો ભાવ છૂટવો જોઈએ જેને સંસાર સાચવીને ભક્તિ કરવી છે તેને આત્મા પરમાત્માનું દર્શન શક્ય નથી. તેવા ભ્રમિત મનવાળા લોકો ઘણા છે તેમની વાત સાચી ન માનશો. ખોટનો ધંધો છે, ભગવાન છે જ (હાથ લાંબો કરીને) આ રહ્યા એ જોવા અનોખી આંખ જોઈએ.
પૂજ્યશ્રીની સ્વાનુભૂતિની ઝલક
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org