SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાયિક નથી, ક્ષાયોપશમિક છે. ક્ષાયોપશમિક ગુણો એટલે કાચની બરણી ? કાચની બરણીને સાચવો નહિ તો તૂટતાં વાર શી? આપણો જન્મ મહાવિદેહમાં કેમ ન થયો ? પણ જો આ જ પરિણતિમાં આપણો મહાવિદેહમાં જન્મ થયો હોત તો સાક્ષાત્ ભગવાનની ઘોર આશાતના ફરત. ને આશાતનામાં મહાભયંકર પાપ બાંધત. માટે જ આપણો જન્મ આ ભરતમાં થયો છે. ભરતમાં જન્મ થયો એ ભગવાન દ્વારા આપણી પરીક્ષા છે; મા વિરહમાં તે ભક્તિ કરે છે કે નહિ ! ૧૧૦ આપણી કમનસીબી છે કે વિદ્યમાન વ્યક્તિની આપણે કદર કરી શકતા નથી. સમકાલીન વ્યક્તિની કદર બહુ જ ઓછી જોવા મળતી હોય છે. ઉત્કૃષ્ટ શુદ્ધિ અને ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી આવા મહાપુરુષ આપણી વચ્ચે બેઠા છે, તે આપણું અહોભાગ્ય છે.’ પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિહેમરત્નસૂરીશ્વરજી મહારાજે થાણા, મુલુન્ડ વગેરે સ્થળોએ કહેલું : વક્તૃત્વ, વિદ્વત્તા આદિ શક્તિના કારણે માનવ-મેદની એકઠી થતી હોય, એવી વ્યક્તિઓ ઘણી જોઈ, પણ વિશિષ્ટ પ્રકારની વક્તૃત્વ શક્તિ વિના એક માત્ર પ્રભુભક્તિના પ્રભાવથી લોકોમાં છવાઈ જનાર આ જ વિભૂતિ જોવા મળી. જેમના દર્શન માટે લોકો ત્રણ-ત્રણ, ચાર-ચાર કલાક સુધી લાઇનમાં ઊભા રહે એવું પહેલીવાર જોવા મળ્યું.’ Jain Education International For Private & Personal Use Only શ્રી. કલાપૂર્ણપ્રબોધ www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy