________________
વધે છે. લોકોના ભાવ વૃદ્ધિ પામે છે. ભલે એમ રાખો ! કેવી નિસ્પૃહતા?
વર્ષો પહેલાં ગુરુદેવ પાસે પ્રતિજ્ઞાબદ્ધ થયેલા કે મુંબઈ નગરીમાં જવું નહિ. કચ્છ વાગડના રહીશો દેશમાં ચારે બાજુ પથરાઈ ગયા છે. મદ્રાસના તેમના ભક્તજનની કોઈક વિશિષ્ટ પ્રતિજ્ઞાને કારણે પ્રતિષ્ઠા જેવા પ્રસંગોના નિમિત્તે જવાનું બન્યું. કરોડોની રકમથી કાર્યક્રમો થયા પણ તેનો કોઈ વિકલ્પ મૂકતા આવ્યા નહિ. જ્યાં જે કાર્યો, પ્રસંગો પત્યા ત્યાંથી ઓઘો લઈને ઊભા થઈ જવાનું તેમનું અકર્તૃત્વ સદાયે જણાતું.
આવા અગણિત પ્રસંગો નોંધપાત્ર છે અહીં તેનો સંક્ષેપ કર્યો છે. તેમના સાધનાપૂતવાણીનો સાર સંચય કરતો ગ્રંથ પ્રકાશિત કરવાની ભાવનાને પૂજ્યશ્રીની જ શુભાશીષ માનું છું.
હવે દર્શન ક્યારે ? આવા જનતાના આત્મહિત પ્રેરક પરહિત ચિંતન જેના હૃદયે વસ્યું હતું તેવા દૈવીપુરુષને જાણે કચ્છ વાગડના ભૂકંપમાં કેટલાય જીવોનો કાળ કોળિયો કરી ગયો ત્યારે ધરાયો નહીં હોય? કાળે માંગ્યું હોત તો કેટલાય ભક્તો પ્રદાન કરત પણ કરાળ કાળે એવી પ્રાર્થનાનો અવકાશપણ ન આપ્યો અને નિશ્રામાં રહેલા સૌ શિષ્યોને પણ ભ્રમમાં રાખી કાળ એમના પ્રાણ લઈ સિધાવી ગયો !
અરે ! પણ કાળ ક્યાં સ્વાધીન છે? ભાવિકો પૂજ્યશ્રીને અનેક રીતે જીવંત રાખશેભક્તિ વડે, સ્મૃતિ વડે, સ્મારક વડે. - પૂજ્યશ્રીની નિશ્રામાં સાધનાક્ષેત્રે કંઈક આસ્વાદ મળ્યો. હજી તો ઘણી ભાવનાઓ હૃદયમાં ભરી હતી, મારા જેવા કેટલાયે ભવ્યાત્માઓનાં હૃદય આશાપ્રેરિત હતાં. પણ કાળને આ માન્ય નહિ હોય અથવા પૂજ્યશ્રીના આત્માને મોક્ષમાર્ગે જવા આ ક્ષેત્ર ઊભું લાગ્યું હશે, ભાવિના ભીતરને ભગવાન જાણે, પણ કાળે કચ્છવાગડ, રાજસ્થાન તથા ભારતભરના ભાવિકોનો ધર્મદાતા શિર છત્ર ઝૂંટવી લીધો. યદ્યપિ પૂજ્યશ્રી સમાધિમરણને વરીને સ્વકાર્ય સિદ્ધ કરી ગયા. - ઈ. સ. ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ના મહાસુદ ૪ને શુક્રવારની સવાર ઉગી શું ને આથમી શું ? શિષ્યગણ તેમના સ્વાથ્યની ગંભીર નોંધ લે તે પહેલાં તો પૂજ્ય શ્રી પ્રતિક્રમણમાં કાઉસ્સગ્નમાં હતા ને આયુષ્યકર્મ સંકેલાયું. અરિહંતના પરમ ઉપાસક અરિહંતના સ્મરણ સાથે અરિહંતનું શરણ ગ્રહીને સવારે લગભગ 500ના સમયે તેમનો આત્મા મોક્ષમાર્ગે પ્રયાણ કરવા પલકવારમાં દિવ્યાલોકમાં પહોંચી ગયો. ૨૦૨
ધન્ય એ ધરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org