SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આ પંક્તિની જેમ આ કળિકાળમાં મહાન અધ્યાત્મ યોગીનો આવો સુભગયોગ અને બોધ મળવો અને ભવનિસ્તારનો આત્મવિશ્વાસ પેદા થવો એ યોગીની કૃપા જ છે. આખરી વાચનાનો યોગ ઈ.સ. ૨૦૦૧માં શત્રુજ્ય મહાતીર્થમાં મળ્યો. વીસેક જેવા દિવસનો ગાળો કોઈ વાર સવારે અમને જ્ઞાનસારના શ્લોકથી બોધ આપે. અને સાંજે સાધુ સાધ્વીજનોની સાથે વાચનાનો લાભ મળતો. આ છેલ્લો અવસર છે તેવી ક્યાં ખબર હતી? એટલે વિદાય લેતી વખતે લોદીમાં વાચનાની સંમતિ લીધી હતી. જોકે જઈ શકાયું ન હતું. પંન્યાસ શ્રી કલ્પતરૂવિજયજી દરેક સ્થળે મારી વાચના માટેની અને શ્રાવકને ત્યાં ઉતારાની પૂરી કાળજી સાથે ગોઠવણ કરી આપતા. તેમણે ફલોદીમાં ગોઠવણ કરેલી પણ જઈ ન શકાયું. ત્યારે તેમણે પત્રથી જણાવ્યું કે તમે પાલીતાણા કે શંખેશ્વર આવજો ત્યાં તમને પૂજ્યશ્રીની વાચનાનો થોડો સમય મળશે. પણ કુદરતે જુદો ખેલ ભજવી દીધી અને પૂજ્યશ્રી ૨૦૦૨ના મહાસુદ ૪ને દિવસે અલ્પ બીમારીથી સૌને ભ્રમમાં રાખી સમાધિપૂર્વક નશ્વર દેહ ત્યજી દીધો. નિસીમ નિસ્પૃહતા પક્ષીના ગગનમાં ઉડ્ડયન પાછળ કોઈ ચિન્હ ન હોય તેમ પૂજ્યશ્રીએ ન તો પોતાના હાથે કોઈ મોટા આયોજનો કે ટ્રસ્ટો કર્યો. એ તો કહેતા કે ત્યાગીઓના નામે, અપરિગ્રહના નામથી બેકનાં ખાતાં કેમ ચલાવાય? પૂજ્યશ્રી પાસે જ્યારે બેસવાનું થતું ત્યારે ક્યારે પણ કોઈ શ્રીમંતો ધન ધનની ચર્ચા કરવા, કોઈ ફંડોની વ્યવસ્થા માટે મળવા બેઠેલા જોયા નથી. જે સ્થળે જે કાર્યક્રમો થાય ત્યાં જ તે વાતની પૂર્ણાહુતિ થઈ જતી તેના આગળના દિવસોમાં ન કોઈ તેના વિકલ્પો માટે આવતું કે કાર્યક્રમ પછી હિસાબ માટે આવતા. એ કામ શ્રાવકોનું શ્રાવકો જ સંભાળતા. કોઈ વાર ચઢાવા વખતે પૂજ્યશ્રીની હાજરી જરૂરી લાગતાં. સંચાલકો પૂજ્યશ્રીને સભામંડપમાં પાટ ઉપર બિરાજમાન કરતા, ત્યારે પૂજ્યશ્રી પોતાની પ્રાણ સમી જ્ઞાનસારની નોંધપોથી હાથમાં રાખી સ્વાધ્યાય કરતા. ચઢાવો શાનો છે, પુણ્યશાળીઓ ભાવ કરો, આવો કશો જ ઉચ્ચાર તેઓ કરતા નહિ. એ કામ શ્રાવકોનું છે. એક વાર કહે જુઓ આ સર્વેને લાગે છે કે હું પાટ પર બેસું એટલે ચઢાવો ધન્ય એ ધસ ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy