________________
સફેદ કપડાં તમે ધોઈને કરી શકો છો. આ કળા હસ્તગત થઈ ગઈ, પણ આત્મા, જે અનાદિકાળથી મલિન છે, તેની શુદ્ધિ કરવાની કળા હસ્તગત કરવા જેવી છે, તેવું કદી લાગ્યું ?
કાણાવાળી સ્ટીમરમાં કોઈ ન બેસે. બેસે તેને સ્ટીમર ડુબાડી દે. અતિચારનાં કાણાવાળું સાધુપણું આપણને સંસાર-સાગર શી રીતે કરાવશે? આપણું સાધુપણું મુક્તિ આપે એવું છે, એવું આપણને લાગે છે ? પોતાની જાત સંયમને યોગ્ય બનાવવા સાધુ સતત પ્રયત્નશીલ હોય.
મુનિઓ એવા હોય કે લબ્ધિ પ્રગટે તોપણ કહે નહિ, લબ્ધિ દેખાડવાની ઇચ્છા હોય એવાઓને લબ્ધિ પ્રગટે નહિ. અત્યારે પ્રગટતી નથી, કારણ કે એટલી નિઃસ્પૃહતા અત્યારે નથી રહી. શાસન-પ્રભાવનાના બહાના હેઠળ પણ અહંકારની પ્રભાવના જ કરવાની ઇચ્છા છુપાયેલી હોય છે. - જિન વચનામૃત ઘૂંટી-ઘૂંટીને પીનારા સાધુને સ્વ-પરનો ભેદ નથી હોતો. એથી જ તેઓ સ્વ-પરની પીડાનો પરિહાર થાય તેમ વર્તતા હોય છે. સાધુપણાનું સાતત્યઃ
દીક્ષા લીધી ત્યારે તો વૈરાગ્ય હતો. અત્યારે છે કે એ ઊભરો શમી ગયો ? સાચો વૈરાગ્ય દિન-પ્રતિદિન વધતો જ રહે. દુકાન ખોલો તે દિવસ કમાણી થાય અને પછી ન થાય તે ચાલે?
ગભારામાં જઈને સાધ્વીઓ દર્શન કરે તે ઉચિત નથી. આ આશાતના છે. જધન્યથી નવ અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથનો અવગ્રહ રાખવાનો છે. પહેલા હું પણ જતો હતો, પણ પછી મારું જોઈ બીજા પણ આ પરંપરા ચલાવશે એમ વિચારીને મેં બંધ કર્યું. આપણું શરીર એષણાએ અશુદ્ધ હોય તેથી આશાતના થાય મંદિરની જેમ ગુરુ આદિની પણ આશાતના ટાળવી જોઈએ. અત્યારના આપણા ગુણઠાણા માત્ર વ્યવહારથી સમજવા, નાટકમાં નટ રાજા બને કે લડાઈ જીતે, તેથી કાંઈ સાચા અર્થમાં વિજેતા રાજા બની શકતો નથી, તેમ માત્ર વસ્ત્રો પહેરવાથી વાસ્તવિક ગુણઠાણું આવી શકતું નથી.
સાકરનો એક દાણો એવો ન હોય, જેમાં મીઠાશ ન હોય. તેમ એક સાધુ એવો ન હોય, જેમાં સમિતિગુપ્તિ ન હોય. સમિતિ-ગુપ્તિ ન હોય તો સમજવું: આપણે સાધુ નથી. મીઠાશ ન હોય તો સમજવું: આ સાકરનો ૩૮
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org