________________
દાણો નથી. મીઠાનો દાણો હોઈ શકે.
દિક્ષા લીધી ત્યારથી કુટુંબ ભલે છોડ્યું, પણ આખા વિશ્વને કુટુંબ બનાવ્યું. કોઈની સાથે કાંઈ લેવાદેવા નહિ, ‘મારું કરું એવી વૃત્તિ ન ચાલે. સર્વ જીવો સાથે કરુણાપૂર્ણ જીવન જીવવાનું છે.
કપડાંદિમાં રંગ-બેરંગી દોરા નાખવા વગેરેમાં સમય શા માટે બગાડવો? તમે બીજા સમુદાયના હો તો પણ મારી ભલામણ છે કે આમાં સમય નહિ બગાડતાં આમાં આપણું સાધુપણું શોભતું નથી.
અમદાવાદની હાલત જાણો છો ને? સાધ્વીજીઓને કોઈ પોતાની સોસાયટીમાં રાખવા તૈયાર નથી. ફરિયાદ છે: ગંદવાડ બહુ કરે.
એક તો જગ્યા આપીએ ને ઉપરથી ગંદવાડ સહવો? આવો વિચાર સ્વાભાવિક રીતે લોકોને આવી જાય. તમે આ ધર્મશાળાને ગંદી બનાવો તો બીજી વાર ઊતરવા મળે?
સંઘોમાં અમને ઘણી વાર અનુભવ થયો છે. એક વખત સંઘને ઊતરવા સ્કૂલ આપ્યા પછી બીજી વાર આપતા નથી. કારણ આ જ છે. આપણે એક ડગલાથી બે ડગલાં આગળ જવા તૈયાર નથી. સામાન્ય માનવીય સભ્યતા પણ શીખ્યા નથી તો લોકોત્તર જેનશાસનની આરાધના શી રીતે કરી શકીશું? આપણા નિમિત્તે જૈનશાસનની અપભ્રાજના થાય, કોઈને સાધુસાધ્વી પ્રત્યે દુર્ગછા જાગે એના જેવું બીજું કોઈ પાપ નથી.
આપણાં બધાં જ અનુષ્ઠાનોનો સમાવેશ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં જેનો સમાવેશ ન થાય તે સાધુનો આચાર નથી. એમ પણ કહી શકાય.
ખરજ ખણીને પગ મૂકતાં પહેલાં હાથીએ નીચે જોયું. તમે પહેલાં પગ મૂકો કે નજર મૂકો ? ઈર્ષા સમિતિનું પાલન હાથી પણ કરે અને તમે નહિ? ને જોયું તો સસલાનું બચ્ચું? તે ખસેડી શકાય કે નહિ? તમે ટ્રેનમાં બેઠા હો ને પછી સંડાસ ગયા હો ને તમારી જગ્યાએ બીજો કોઈ બેસી જાય તો? ઉઠાડો કે એનો ઉપકાર માનો કે મને લાભ આપ્યો એને ન ઉઠાડવાની સજ્જનતા રાખી શકો? તમારા આસન ઉપર બીજા બેસે ત્યારે તમને શું થાય? આ માનવ-જીવનમાં સંયમજીવન પામીને જ આપણે ઋણમુક્ત બની
સાધુજીવનનો મંત્ર અને મર્મ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org