________________
જીવ વિચાર આદિ બધું ભણીએ. બધું જાણીએ, પણ સ્વમાં કાંઈ ન ઘટાવીએ, બધું બીજામાં જ ઘટાવીએ. આપણે કોરા જ રહીએ એનો શો અર્થ ? પ્રભુની જે સંપતિ પ્રગટ છે, આપણી તે તિરોહિત છે. એટલો જ પ્રભુ અને આપણી વચ્ચે ફરક છે. પરિસ્થિતિ પલટાવવાની સલાહ આપે તે મિત્ર ! મનઃસ્થિતિ પલટાવવાની સલાહ આપે તે કલ્યાણ મિત્ર !
કલ્યાણમિત્રને દરેક ઘટનાઓના કેન્દ્રસ્થાને રાખીએ તો ક્યારેય અકલ્યાણ ન થાય.
ધર્મરુચિ અણગારને યાદ કરો. કીડીઓને બચાવવા ઝેરી શાક ખાઈ
જ ગયા.
ચોક ઘસીને હજારો કીડીઓને મારી નાખનારાઓ આ વાત સાંભળશે ? યૂહોળો વીંટીઓ જો માને હ્રી વવાર્ફ ।' આવું વાંચતાં પહેલી વાર ખબર પડી મારવાની પણ દવા હોય છે. હું તો સમજતો હતો કે દવા તો માત્ર જિવાડે જ. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં મારવાની પણ દવા મળે છે !
આવા કાળમાં પણ બીજાના મરણમાં પોતાનું મરણ જોનારા ભગવાન આપણને મળ્યા છે, એ કેવું સદ્ભાગ્ય છે આપણું ?
પોતાનાં અનેક મૃત્યુ નિશ્ચિત કરવાં હોય તો જ કોઈના મૃત્યુમાં નિમિત્ત બનજો. એવું કહેનારા ભગવાન આપણને મળ્યા છે.
બધાં દ્રવ્યો સહાયક બને છે. કદાચ એક માત્ર આપણે સહાયક નથી બનતા. આ વિશ્વમાં અસ્તિત્વ ટકાવવું હોય તો બીજાને સહાયક બનવું જ પડશે. એ વિના અસ્તિત્વ ટકે જ નહિ. સમજીને સહાયતા કરીએ તો લાભ છે, નહિ તો વિશ્વવ્યવસ્થા પ્રમાણે અનિચ્છાએ પણ સહાયતા કરવી જ પડશે. જીવનનું કર્તવ્ય
રાગ દ્વેષને જીતનારા જિન કહેવાય. જીતવા પ્રયત્ન કરનારા જૈન કહેવાય. સમતા વિના રાગદ્વેષ જીતી શકાતા નથી. આપણને સામયિક (સર્વ વિરતિ) મળ્યું છે. તેનાથી રાગ-દ્વેષ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? યાદ રહે. દંડથી ઘડો બનાવી પણ શકાય ને ફોડી પણ શકાય. આ જીવનથી રાગદ્વેષ જીતી પણ શકાય. અને વધારી પણ શકાય. “હું મોક્ષ-માર્ગ તરફ ચાલી રહ્યો છું”
ઉપદેશનું અમૃતપાન
૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org