SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઠા , આત્મસ્વરૂપનું ઔપય છે આત્મા સ્વભાવમાં રહે તો સુખી રહે, તે સ્વાભાવિક છે માણસ પોતાના ઘરે સુખી રહે. જો તે શત્રુના ઘરે રહે તો શું થાય? જૈનશાસન પામીને આપણે આ જ જાણવાનું છે. મારું પોતાનું ઘર કર્યું ? અને શત્રુનું ઘર કયું? સ્વભાવ સ્વઘર છે, પરભાવ શત્રુઘર છે? કેવું ઘર પસંદ કરશો? સ્વ” એટલે આપણો પોતાનો ભાવ. સ્વભાવમાં રહીએ તેટલો સમય કર્મનો ક્ષય થતો જ રહે પરભાવમાં રહેવું એટલે પોતાના આત્માને દુર્ગતિમાં ધક્કો મારવો. સ્વભાવમાં અસંકલેશ. પરભાવમાં સંકલેશ. સંકલેશ એટલે સંસાર, અસંકલેશ એટલે મોક્ષ. અસંલેશમાં અહીં જ મોક્ષનો અનુભવ થાય. જીવનમુક્ત દશાનો અનુભવ થાય. જ્ઞાન આપણું સ્વરૂપ છે. તેને ક્ષણવાર પણ કેમ છોડાય? સ્વરૂપ આપણને છોડે નહિ એ સાચું, પણ જ્યાં સુધી મિથ્યાત્વ બેઠેલું છે ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય. સ્વરૂપે પ્રગટ ન થાય. ચૈત્યવંદનનું માહાભ્યઃ ચૈત્યવંદન તમે પ્રભુનું કરો છો એમ નહીં. તમારી જ શુદ્ધ ચેતનાનું કરો છો. ભગવાન એટલે તમારું જ ઉજ્વળ ભવિષ્ય, તમારી જ પરમ વિશુદ્ધ ચેતના, ભગવાનની પ્રતિમામાં આપણું ભાવિ પ્રતિબિંબ નિહાળવાનું છે. એ સંદર્ભમાં ભુલાઈ ગયેલા આત્માને યાદ કરવાની કળા એ ચૈત્યવંદન છે. જો આપણે શરીરને આત્મા માનીએ છીએ તો બહિરાત્મા છીએ. જો આત્માને આત્મા માનીએ છીએ તો અંતરાત્મા છીએ. જો કેવળજ્ઞાન મેળવી આત્મસ્વરૂપનું ઔપચ્ચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy