________________
સંતાનપ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો સંતાન પ્રાપ્તિ થાય ?
એ સર્વ પૂર્વ પ્રારબ્ધ પર આધારિત છે. છતાં શા માટે જીવ જોષ જોવડાવે છે? એ સર્વ પ્રકારોમાં નિરાધારતા છે. એક ધર્મનો આધાર જ જીવને રક્ષિત કહે છે.
સસ્તામાં લીધેલું સોનું આજે મૂલ્યવાન થઈ ગયું તેમ નાનપણમાં મળેલા સંસ્કાર જ્ઞાન આજે મૂલ્યવાન થઈ જાય.
જેના નામ સ્મરણના નિમિત્તથી શુભભાવ થયા તેમાંથી પુણ્ય થયું તેનાથી મનુષ્યપણું મળ્યું અપેક્ષાએ સુખ મળ્યું. મૂળમાં એ પુણ્ય ભગવાનનું જ કહેવાય. કેવી રીતે! જેમ રસોઈયો જમાડે પણ શેઠે જમાડ્યા કહેવાય. સૈનિકો લડાઈ કરીને જીતે રાજા જીત્યો કહેવાય તેમ આપણા ગાડામાં પોટલું લઈને બેસીએ તો ભાર આપણા માથા પર ન કહેવાય તેમ આપણે ભગવાનને સમર્પિત થઈએ તો કર્મભાર આપણે માથે ન રહે.
ધ્યાન અનુભવાત્મક કરવાનું છે. આજે ધ્યાનના નામે ઘણા પ્રયોગ ચાલે છે. ધ્યાન શિબિર ન હોય ધ્યાન સાધના હોય. ધ્યાન ન ધરીએ તો અતિચાર લાગે. ધર્મધ્યાન શુકલધ્યાન ન ધ્યાયા. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસવીસનો કાઉસગ્ગ ન કીધો વગેરે. પણ ધ્યાન કરતા નથી, ધ્યાનથી ભડકીએ છીએ. મૂંઝાઈએ છીએ. સાધુ જીવન ધ્યાનમય છે. અપ્રમત સાધુની સર્વ કિયા જ્ઞાનમય જ છે. તેથી કિયા-ધ્યાન વિઘાતક નહિ પણ ધ્યાન પોષક છે.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org