________________
વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે ? કોયલ કોની પ્રાર્થનાથી ટહુકે છે?
એ તેમનો સ્વભાવ છે. ભગવાનનો પણ પરોપકાર કરવાનો સ્વભાવ છે. પ્રાર્થના વિના પણ, ચંડ કૌશિકે કદી કહ્યું ન હતું કે મારું હૃદય પરિવર્તન કરજો. ઘણા પૂછે છે; ચંડકૌશિક સાથે પૂર્વભવને કોઈ સંબંધ હતો? ચંદના સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો? સંબંધ હોય કે ન હોય હેમચન્દ્રસૂરિ વીતરાગ સ્તોત્રમાં કહે છે : “સંવધ વાવા: ભગવાન આપણને સૂચવે છે, તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહીં.
પ્રભુને અલગ રાખીને તમે આત્મા મેળવવા માંગતા હો તો એ કોઈ કાળે નહિ બની શકે. ભગવાનને કાઢીને માત્ર આત્મા રાખવા ગયા તો માત્ર અહંકાર જ રહેશે. જેને તમે આત્મા માનવાની ભૂલ કરતા રહેશો.
ભગવાન આપણને પ્રત્યક્ષ નથી, પણ આપણે ભગવાન માટે પ્રત્યક્ષ છીએ. એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છીએ. કારણ કે ભગવાન સર્વજ્ઞસર્વદર્શી છે. આ હોલ આપણને પ્રત્યક્ષ છે તેમ પ્રભુને આખું વિશ્વ પ્રત્યક્ષ
મને તો વિશ્વાસ છે કે ભગવાન મારું બધું સંભાળી લેશે. એ જ બધું બોલાવશે. બાકી મારે પુસ્તક જોવાનો ક્યાં સમય છે ? જ્યાં પાંચ મિનિટ મળે કે માણસો હાજર. અહીં મળનારાઓને હું શી રીતે નારાજ કરી શકું? મૈત્રીની વાતો કરનારો હું અહીં મૈત્રી ન રાખું? ખાલી બોલું જ?
આ વીતરાગ જિનેશ્વર દેવને તમે બ્રહ્મા, વિષ્ણુ મહેશ, બુધ વગેરે સર્વનામે પોકારી શકો. તે તે નામોની વ્યાખ્યા ભગવાનમાં ઘટી શકે. ભગવાન બ્રહ્મા છે, કારણકે તેઓ પરબ્રહ્મ સ્વરૂપી છે. ભગવાન વિષ્ણુ છે, કારણ કે કેવળજ્ઞાનરૂપે વિશ્વવ્યાપી છે. ભગવાન શંકર છે, કારણ કે સૌને સુખ આપનારા છે. ભગવાનબુદ્ધ છે, કારણ કે કેવળજ્ઞાનરૂપી બોધને પામેલા છે.
ભગવાન કૃષ્ણ છે કારણ કે કર્મોનું કર્ષણ કરે છે. ભગવાન રામ છે કારણ કે આત્મસ્વરૂપમાં સતત રમણ કરે છે. ભગવાન અનુપમેય છે. ભગવાન સાથે એકતા
પરમાત્મા અને હું એક છીએ, તો એમનું સુખ પણ મારામાં પડેલું ભગવાન એ અલૌકિક તત્ત્વ છે
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org