________________
લાગે, વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં જવું જોઈએ. તળાવમાં તરી કરીને નિષ્ણાત બન્યા પછી જ દરિયામાં કૂદવું જોઈએ. સીધા જ નિશ્ચયમાં છલાંગ નિશ્ચયાભાસ બની રહે, પ્રમાદ પોષક બની રહે એવા ઘણાં દાખલા જોયા છે.
સમ્યકત્વ અને જ્ઞાન ભવાંતરમાં સાથે આવે છે. ચારિત્ર નહીં, માટે જ સમ્યકત્વ અને જ્ઞાનને એવા દઢ બનાવીએ કે ભવાંતરમાં પણ સાથે આવે.
જો તમે જિનમતને ઇચ્છતા હો તો વ્યવહારનિશ્ચય બંનેમાંથી એકેયનો ત્યાગ નહિ કરતા. વ્યવહારથી શુભ પરિણામ જાગે, જ્ઞાનાવરણીય આદિનો ક્ષયોપશમ થાય.
ચૈત્યવંદનાદિ વિધિ ચારિત્રમાં પરિણામ પેદા કરનારી છે. વિધિ દ્વારા જ હું સાધુ થયો છું એવો ભાવ જાગે. વ્યવહારના પાલનથી ભાવ છે તે નિશ્ચય રૂપ છે, ઉત્પન્ન થાય છે.
વ્યવહાર છોડો તો તીર્થ જાય. નિશ્ચય છોડો તો તત્ત્વ જાય. તીર્થ કલેવર છે; તત્ત્વ પ્રાણ છે.
પ્રાણહીન કલેવરની કિંમત નથી તેમ કલેવર વિના પ્રાણો રહી શકતા નથી. વ્યવહાર જ નિશ્ચયને પ્રાપ્ત કરાવે છે. નિશ્ચયનું કારણ બને તે જ વ્યવહાર. વ્યવહારની સાપેક્ષતા જાળવી રાખે તે જ નિશ્ચય.
કોઈએ મને ગૃહસ્થપણામાં ખેરાગઢમાં) કાનજીનું પુસ્તક આપીને કહ્યું: આમાં ખરું અધ્યાત્મ છે વાંચજો. પુસ્તક ખોલતાં જ અંદર જોવા મળ્યું: ઉપાદાન જ મુખ્ય છે. નિમિત્ત અર્કિંચિકર વ્યર્થ છે. મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહ્યું: આ અધ્યાત્મ નથી. હું બધા સાધુ સાધ્વીજીને જણાવવા માંગુ છું; જ્યાં દેવગુરુની ભક્તિ ન હોય તેવા કોઈ અનુષ્ઠનમાં સાચું અધ્યાત્મ છે, એમ માનશો નહિ. બીજે વૃક્ષ અનતતારે, પ્રસરે ભૂ-જવયોગ.”
પૂ. દેવચંદ્રજી તેમ આપણે પણ ભગવાનનો સંયોગ પામીને અનંત બની શકીએ.
નિશ્ચય-વ્યવહાર-ઉભયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org