________________
બીજને જમીન-પાણી વગેરે ન મળે તો પોતાની મેળે વૃક્ષ ન બની શકે તેમ જીવ એકલો જ શિવ ન બની શકે.
પૂ. પં. ભદ્રંકર વિ. જ્ઞાનસારની પહેલાં યોગશાસ્ત્રનાં ૪ પ્રકાશ કરાવતા. સાધના હંમેશાં ક્રમશઃ જ થઈ શકે. યોગશાસ્ત્રના ૪ પ્રકાશ વ્યવહારપ્રધાન છે. જ્ઞાનસાર નિશ્ચયપ્રધાન છે. વ્યવહાપ્રધાન બન્યા પછી જ નિશ્ચયપ્રધાન બની શકાય. તળાવમાં તર્યા પછી જ દરિયામાં તરવા કૂદી શકાય. તળાવ વ્યવહાર છે, સમુદ્ર નિશ્ચય છે.
નિશ્ચયષ્ટિ .
“ો મે સાલો અપ્પા !” આ શુદ્ધ નિશ્ચય નયનું જ્ઞાન મોહનું મૂળ કાપે છે. આવી ભાવનાથી આપણું આત્મત્વ જાગી ઊઠે છે. બકરીની જેમ બેં બેં કરતો સિંહ હવે ગર્જી ઊઠે છે, એને થાય છે : હું એટલે પરમ, પામર નહિ, હું એટલે સિંહ, બકરી નહિ.
એવી ગર્જના સાંભળતાં જ સૌ પ્રથમ ભરવાડ [મોહ] ભાગે. પછી બકરીઓ [બીજી કર્મ-પ્રકૃતિઓ] પણ ભાગે.
છતાં નિશ્ચય આવતાં વ્યવહાર છોડી દેવાની ભૂલ ઘણા લોકો કરતા હોય છે. આ બહુ જ લપસણો માર્ગ છે માટે જ ઉપા. યશોવિજયજી મહારાજે ઠેર ઠેર એની સામે લાલ બત્તી ધરીને પોતાની ઉત્કૃષ્ટ ગીતાર્થના સિદ્ધ કરી છે.
એક બાજુ ૧૪ પૂર્વી છે. ને બીજી બાજુ એક આત્માને જણનારો છે. આત્માને જણનારો, ૧૪ પૂર્વી જેટલી જ કર્મ-નિર્જરા કરી શકે. બન્ને શ્રુતકેવળી ગણાય. ૧૪ પૂર્વી ભેદ નયથી ને આત્મજ્ઞાની અભેદ નયથી શ્રુતકેવળી ગણાય. સમયસારના આ પદાર્થો ખોટા નથી, પણ એના અધિકારી અપ્રમત્ત મુનિ છે.
બાહ્યતપની મારે કોઈ જરૂર નથી. મને આત્મા મળી ગયો છે એવું વિચારી વ્યવહાર કદી છોડતા નહિ. નહિ તો ઉભય ભ્રષ્ટ બની જવાશે. નિશ્ચય મળશે નહિ ને વ્યવહાર ચાલ્યો જશે.
વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં પ્રવેશ ક૨વાનો છે. તળાવ તરવામાં નિષ્ણાત બન્યા પછી જ દરિયો તરી શકાય. સીધા જ નિશ્ચયપ્રધાન ગ્રંથો વાંચવા લાગશો તો ઉન્માર્ગે ચાલ્યા જશો. નિશ્ચયનય પ્રમાદીને બહુ
७८
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org