________________
મહત્તા સ્વીકારીએ છીએ. માત્ર ભગવાનમાં આ વાત સ્વીકારતા નથી. ભગવાન ભલે સ્વયં તરફથી નિષ્ક્રિય છે, છતાં આપણા માટે એ જ મુખ્ય છે. ભોજન સિવાય તમે પથ્થર વગેરેથી ભૂખ ન ભાંગી શકો. પાણી સિવાય તમે પેટ્રોલ વગેરેથી તરસ ન છિપાવી શકો. ભગવાન સિવાય તમે અન્યથી અભય આદિ ન પામી શકો.
જેમ જેમ ભક્ત ભગવાનનું શરણ સ્વીકારતો જાય, તેમ તેમ તે ભગવાનની શક્તિનો અનુભવ કરતો જાય. પોતાની અંદર રાગાદિને મંદ થતો જોતો જાય, ચિત્તમાં પ્રસન્નતા વધી રહી છે, તેમ પણ તેને પ્રતીતિ થતી જાય. ચિત્તમાં પ્રસન્નતાનો સંબંધ રાગાદિની મંદતા સાથે છે. રાગાદિની મંદતાનો સંબંધ શરણાગતિ સાથે છે.
શરણાગતિનો અર્થ આઃ ભગવાન મારા પર કરુણા વૃષ્ટિ કરી રહ્યા છે, એવી અનુભૂતિ થાય.
શરણાગતના હૃદયમાં મૈત્રીની મધુરતા હોય, કરુણાની કોમળતા હોય, પ્રમોદનો પરમાનંદ હોય, માધ્યસ્થની મહેક હોય.
ભગવાનને તમે સંપૂર્ણ સમર્પિત બનો તે જ ક્ષણે પ્રભુ તમને પોતાનું સંપૂર્ણ સ્વરૂપ સમર્પિત કરી દે છે.
કોઠીમાં રહેલા બીમાં વૃક્ષ ન પ્રગટી શકે. અશરણાગત આત્મામાં પ્રભુ કદી પ્રગટી ન શકે.
ગોશાળો આમ જ કહેતો હતોને? મહાવીરને હું પહેલેથી જ ઓળખું છું. હું જ્યારે સાથે હતો ત્યારે એ સાચા સાધક હતા. હવે તો વાતાવરણ તદ્દન બદલાઈ ગયું છે. ન સાધના રહી છે, ન તપશ્ચર્યા ! હવે તો દેવાંગનાઓ નાચે છે, ચામરો વીંઝાય છે! સિંહાસન પર બેસે છે! વીતરાગીને આવો ઠઠારો શાનો?
ભગવાન મલ્યા પછી પણ ભગવાનને ઓળખનારી આંખ પાસે નહિ હોય તો કશું વળવાનું નથી.
પ્રજન્મ વખતે કોને, શા માટે આનંદ? પ્રભુ વીરના જન્મ વખતે આનંદનું કારણ બતાવતાં સૌએ કહ્યું.
ઋજુવાલિકા નદી: માર કિનારે કેવળજ્ઞાન થશે. ભગવાન એ અલૌકિક તત્ત્વ છે
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org