________________
સર્વ અવલંબનોનું શ્રેષ્ઠ અવલંબ શ્રી અરિહંત છે. શ્રી અરિહંત પરમાત્માનું આલંબન ધ્યાન સિદ્ધ થયા પછી અરૂપી અવિનાશી પરમાત્મા શ્રી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું.
સિદ્ધશીલા મૃત્યુલોકથી સાતરાજ દૂર છે. તેમ દેહમાં આત્મબુદ્ધિએ જીવનારા માટે નિકટમાં નિકટ રહેલો આત્માભાવથી સુદૂર છે. જેઓ તત્ત્વજીવી છે. શુદ્ધ આત્મસ્વભાવમાં મગ્ન છે, સામાયિકને જીવન બનાવી શક્યા છે, તેઓ પોતાની ભૂમિકાનુસાર સિદ્ધશીલા પર બીરાજમાન સિદ્ધ આત્માના સહજ આનંદની ઝલક માણી શકે છે.
ધ્યાનયોગના સાધકને સત્તર પ્રકારનો સંયમ અતિ સહાયક છે. પાંચ ઇન્દ્રિયોના વિષય, ચાર કષાય, પાંચ અવ્રત અને મનાદિ ત્રણ અશુભયોગ. સાધુજનો આવા અસંયમથી નિવૃત્ત હોય, શ્રાવક સામાયિકાદિમાં દેશથી નિવૃત્ત હોય કે યથાશક્તિ પ્રતાદિનું પાલન કરે અને મનને સ્થિર કરે તો ધ્યાનયોગ સફળ થાય છે. - એક અમોઘ ઉપાય – મનને વિકલ્પરહિત બનાવવા માટે સર્વ પ્રથમ સર્વ જીવોના કલ્યાણની ભાવનાથી મનને વાસિત કરવું. એમ કરવાથી પોતાની જાતનો દેહનો રાગ ઘટે છે. અને તે સમગ્ર જીવો સુધી વિસ્તરે છે. તેથી દેહસુખનું આર્તધ્યાન ઉત્પન થતું નથી. તે પછી સિદ્ધ પરમાત્માના ધ્યાનની પાત્રતા થાય છે.
આ યોગ્યતા પછી નાના બાળકનું વસ્ત્ર જેમ મોટા બાળકને બંધબેસતું થતું નથી તેમ સાધકને સંસારીભાવ બંધ બેસતા થતા નથી. તેથી સિદ્ધ સ્વરૂપને સિદ્ધ કરવાની સાધનામાં ઓતપ્રોત થઈ જાય છે.
જેટલી દેવતત્ત્વની ઉપાસના આવશ્યક તેટલી ગુરુ તત્ત્વની ઉપાસના આવશ્યક છે. ગુરુ પર ભીતરની ભક્તિપૂર્વક તેમના આશયને અનુલક્ષી વિવેકસહ વર્તન કરવું. તેમની આજ્ઞાને આધીન રહેવું તે પરમ ગુરુ પરમાત્માની પ્રાપ્તિનું મુખ્ય બીજ છે. તે વડે મોક્ષની પ્રાપ્તિ કહી છે.
અયોગ્યના બંધનથી છૂટવા માટે યોગ્યના બંધનનું પરતંત્ર અનિવાર્ય છે, એ ધર્મનું રહસ્ય છે.
ધર્મતત્ત્વની ઉપાસનાથી પરમાત્મતત્ત્વની ઉપાસના થાય છે, કારણ કે પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org