________________
આત્મા સર્ચિદાનંદ સ્વરૂપે વિકસે છે.
નામ અરિહંત એ અક્ષરાત્મક છે. અક્ષર એ મંત્ર સ્વરૂપ છે.
મંત્રાક્ષરનો પ્રત્યેક ધ્વનિ આંતઆણો પર ઉપઘાત કરતાં કરતાં સૂક્ષ્મસૂક્ષ્મતર બનીને અનાહત કક્ષાને વરે છે, ત્યારે સાધક-જાપક સાધ્ય-જાપ્ય એકરૂપ બને છે એ મંત્રજાપનું યથાર્થ ફળ છે.
અનંતલબ્લિનિદાન શ્રી ગૌતમસ્વામીજી પરમ તારક શ્રી મહાવીરસ્વામી પરમાત્માના નિર્વાણ પછી “વીરવીર’ કહી વલવલે છે. એમ કરતાં અગ્નિબીજરૂપ “ર' અક્ષરથી તથા પ્રકાશની અસરથી તેમના હોઠ સુકાય છે. કંઠમાં શોષ પડવાથી “ર” છૂટી જાય છે અને કેવળ “વી” અક્ષરનો જાપ ચાલુ રહે છે. પોતે અનંત બીજબુદ્ધિના સ્વામી તો છે જ એટલે “વીમાંથી તેમને “વીતરાગ, વીતરૂપ, વીતભય, વીતશોક જેવા ભાવ ફુરે છે, તેનો મર્મ સ્પ છે, તેના પ્રભાવે પ્રભાત થતાં ચાર ઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન પામે
“ર” બીજનો આવો પ્રભાવ છે.
જ્યારે આત્મા આ પરમાત્મસ્વરૂપ સાથે લીન થાય છે, સંબંધ જોડે છે, ત્યારે તેના અસંખ્ય પ્રદેશોમાં સમ્યગૃજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પથરાય છે, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત થતી આ અવસ્થાને અન્ય દર્શનીઓને માન્યકુંડલિની મહાશક્તિનું ઉત્થાન સહજ બને છે. તેને માટે ક્લિષ્ટ કષ્ટકારી કોઈ પ્રયત્નોની આવશ્યકતા નથી.
કાચું ફળ જેમ જેમ પાકતું જાય છે તેમ તેમ તેમાં રસવૃદ્ધિ પામે છે, છાલ સાથેનો સંબંધ પાતળો પડતો જાય છે. તે રીતે મંત્ર જાપજન્યના પ્રભાવથી સાધકનો ભાવમળ પાતળો પડતો જાય છે તેમ તેમ સાધકના મનમાં આત્મરસિકતા વૃદ્ધિ પામે છે. જેમ જેમ એકાકારતા થતી જાય છે, તેમ તેમ રાગ-દ્વેષ નાબૂદ થઈ જાય છે.
સૂર્યના અભાવે ભૌતિક જગતની જે દુર્દશા થાય છે તેના કરતાં વધુ ભયાનક દુર્દશા શ્રી અરિહંત પરમાત્મા રૂપી દિવાકરના અભાવે જીવોની થાય
પગ મૂકવા માટે ધરતીનું આલંબન ન મળે તો વ્યર્થ મનાય છે, તેમ ૧૫૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org