________________
લોક સર્વ વ્યાપી છે.
પરમપદ ધ્યાન-પંચ પરમેષ્ટિ પદોને પોતાના આત્મામાં સ્થાપિત કરી પોતાના આત્માને પણ પરમેષ્ટિરૂપે ચિંતવવો તે પરમપદધ્યાન' છે. પદધ્યાનના દીર્ઘ અભ્યાસથી પરમપદધ્યાન સિદ્ધ થાય છે.
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો શુદ્ધ છે. દ્રવ્યરૂપે પ્રત્યેક જીવ પરમાત્મા છે. આવા શુદ્ધનયની ભાવનાથી ભાવિત આત્મા પરમપદના ધ્યાન વડે પંચપરમેષ્ટિરૂપે સ્વાત્માનું ધ્યાન કરે છે તે પરમાત્માની ભાવપૂજા છે. આજ્ઞાપાલનરૂપ પ્રતિપત્તિ પૂજા છે. એથી આત્મા સ્વયં અનુક્રમે પરમપદને પ્રાપ્ત કરે છે. ૨૩-૨૪ સિદ્ધિ – પરમસિદ્ધિ
મુક્તાત્માઓના અરૂપી ગુણોનું ધ્યાન તે સિદ્ધિધ્યાન છે, સિદ્ધિ ધ્યાનનો અભ્યાસ કરનાર મુનિ મહાત્માઓ પરમપદને પામેલા નિરંજન, નિરાકાર, પરમ જ્યોતિ સ્વરૂપ અનંત ગુણપર્યાયના પિંડરૂપ સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરે છે. રાગદ્વેષના પ્રસંગોમાં પરમ માધ્યસ્થ રાખવાથી સિદ્ધિધ્યાન સિદ્ધ થાય છે.
વર્તમાનકાળમાં સાધકો સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી શકે છે. સિદ્ધ પરમાત્મા અરૂપી હોવા છતાં ધ્યાન ગમ્ય છે. તેઓને જ્ઞાન દષ્ટિવાળા જ જાણી શકે છે. જ્ઞાનદષ્ટિ એટલે આત્મદૃષ્ટિ તેના વડે પરમાત્મદર્શન સુલભ છે.
સિદ્ધાત્મા અરૂપી છતાં ચૈતન્યસ્વરૂપ ઘનાકારને સદા ધારણ કરી સુસ્થિરપણે સિદ્ધશિલા પર બિરાજેલા છે.
આ રીતે સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો યોગી તેમના સ્વરૂપમાં અનુક્રમે તન્મયતા કરે ત્યારે તેને પરમ સિદ્ધિ ધ્યાનની યોગ્યતા પ્રગટે છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ અનંત ગુણોનો સ્વાત્મામાં આરોપ કરી પોતાના આત્માનું સિદ્ધરૂપે ધ્યાન કરવું તે પરમસિદ્ધિ ધ્યાન કહેવાય છે. તેમાં શુદ્ધાત્માનું ધ્યાન હોવાથી તે ધ્યાન શુક્લ ધ્યાનસ્વરૂપ છે.
આ રીતે પ્રથમ આજ્ઞાચિયાદિ ધ્યાનથી પ્રારંભને પરમસિદ્ધિ ધ્યાન સુધીના ર૪ પ્રકારનાં ધ્યાનો ધર્મધ્યાન અને શુક્લધ્યાન સ્વરૂપ છે.
જૈનદર્શનમાં વર્તમાનમાં ઉપલબ્ધ આગમ ગ્રંથો તથા પ્રકીર્ણક ગ્રંથોમાં ૧૭૦
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org