________________
ધ્યાનમાં અત્યંત નિશ્ચળ બને છે. ધ્યાનપૂર્વે ભાવના અવશ્ય હોય છે. ભાવના ધ્યાનનું મહત્ત્વનું અંગ છે.
જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યે ભાવના વિષે જણાવ્યું છે : હે ભવ્ય ! તું ભાવોની શુદ્ધિ માટે તારા ચિત્તમાં ભાવનાઓનું બરાબર ચિંતન કર કારણ કે શ્રી જિનેશ્વર ભગવંતોએ આગમ ગ્રંથોમાં તે ભાવનાઓને પ્રતિષ્ઠિત કરેલી છે.
જેના વડે મનને ભાવિત કરાય તે ભાવના. ધ્યાનસાધનામાં ભાવાત્મક મનની રચના મોટો પ્રભાવ છે. સાધકે મનને અડોલ અને શુદ્ધ રાખવા પ્રશસ્ત ભાવના કરવી. માનવી સ્વયં ભાવાત્મક પ્રાણી છે. ચિત્તના શુભાશુભ કે શુદ્ધ આશય અનુરૂપ બંધ અને મોક્ષનું નિર્માણ થાય છે. ભાવનાઓના અનેક પ્રકાર છે. તેમાં મુખ્ય જ્ઞાનાદિ ચાર અનિત્યાદિ બાર મૈત્રી આદિ ચાર અને પંચ મહાવ્રતોની પાંચ પાંચ એમ પચીસ વગેરે ભાવનાઓથી ભાવિત થવું. જે સંવર અને નિર્જરાનો હેતુ થઈ મોક્ષ સાધક બને છે. અનુપ્રેક્ષાઃ
ધ્યાનદશામાંથી નિવૃત્ત થનાર સાધકને અનુપ્રેક્ષા હોય છે. તે અનિત્યાદિ ભાવનાદિના ભેદથી બાર પ્રકારે છે.
અનુપ્રેક્ષા એટલે ચિંતન કે પુનઃ પુનઃ સ્મરણ અથવા વિશિષ્ટ પ્રકારનું ચિંતન. ભાવનાનું બીજું નામ અનુપ્રેક્ષા છે.
| ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરે છે ત્યારે ચિત્ત તેમાં લીન થાય છે. તે સમયે અનુપ્રેક્ષા વિશદ બને છે. આ અનુપ્રેક્ષા ઉત્કૃષ્ટ કોટિએ પહોંચે છે ત્યારે ચિત્તની વૃત્તિઓ ધ્યેયમાં તદાકાર થઈ જાય છે.
આવી અનુપ્રેક્ષાને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. અગ્નિ સુવર્ણમાં રહેલા મળને બાળી નાંખે છે તેમ અનુપ્રેક્ષા આત્મામાં રહેલા કર્મબળને બાળી નાખે છે. જેથી આત્મા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. ભાવના ભવનાશિની
અનુપ્રેક્ષામાં બાર ભાવનાની મુખ્યતા છે.
૧. અનિત્યભાવના, ૨. અશરણ ભાવના ૩. સંસારભાવના ૪. એકત્વભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિભાવના, ૭. આશ્રવભાવના, ૮.
૧૭૮
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org