________________
પહેલાં એ ચિંતન થાય તે ધ્યાનાંતરિકરૂપ ચિંતન છે અને આ બંને પ્રકારની વચ્ચે જે છૂટી છવાઈ વિચારણાઓ થાય તે વિપ્રકીર્ણરૂપ ચિંતન (સામાન્ય છે)
ધ્યાનશતક ગ્રંથમાં જણાવ્યું છે કે ધ્યાનાભ્યાસની ક્રિયા એ ભાવના છે. ધ્યાનથી વિરામ પામેલા ધ્યાતાના ચિત્તની ચેષ્ટા અનિત્યાદિ બાર ભાવનાત્મક હોય છે તે અપેક્ષા છે. આ બંનેની અલગ ચિંતનરૂપ પ્રવૃત્તિ તે ચિંતા છે.
ચિંતા અને ભાવનાપૂર્વકનો અધ્યવસાય એ ધ્યાન. જેમ જેમ પ્રેયનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ બનતું જાય તેમ તેમ આત્મવિર્ય પુષ્ટ થતું જાય. ત્યાર પછી ધ્યાનયોગમાં એકાગ્રતા, નિર્મળતા અને આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામે. ભાવનાનું સ્વરૂપ
ધ્યાન – યોગ ઉપર આરોહણ કરનાર સાધકના અભ્યાસ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવનાના ભેદથી ચાર પ્રકાર છે.
૧. જ્ઞાનભાવનાઃ શ્રુતજ્ઞાનનો નિત્ય અભ્યાસ કરવો. મનના અશુદ્ધ વ્યાપારોનો ત્યાગ કરવો. મનને સ્થિર કરવું. સૂત્ર અને અર્થની વિશુદ્ધિ રાખવી. ભવનિર્વેદ કેળવવો, જ્ઞાન વડે જીવાદિ તત્ત્વના ગુણ પર્યાયોનો સાર-પરમાર્થ જાણ્યો છે તેવા સાધકે સુસ્થિર મતિવાળા થઈને ધ્યાન કરવું.
૨. દર્શનભાવના: આજ્ઞારુચિ. નવતત્ત્વ રુચિ, (શ્રદ્ધા) ધ્યાનના ચોવીસ પ્રકારોની (અગાઉ જણાવ્યા છે, રુચિ, એમ ત્રણ પ્રકાર છે. શંકાદિદોષથી રહિત, પ્રશમ સ્વૈર્ય આદિ ગુણોથી સહિત એવો પુણ્યાત્મા સમ્યગદર્શનાદિ શુદ્ધિને લઈને ધ્યાનસાધનામાં ભ્રાંતિ રહિત સ્થિર ચિત્તવાળો બને છે.
૩. ચારિત્રભાવના ચારિત્રભાવના સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરત એમ ત્રણ પ્રકારની છે.
ચારિત્રભાવનાથી ભાવિત આત્મા નવા કર્મો બાંધતો નથી. જૂનાં કર્મોની નિર્જરા કરે છે. શુભભાવ ગ્રહણ કરે છે, તે ધ્યાનને સરળતાથી પ્રાપ્ત કરે
૪ વૈરાગ્યભાવનાઃ અનાદિના ભવભ્રમણનું ચિંતન, વિષયો પ્રતિ વિમુખતા તથા શરીરની અશુચિનું ચિંતન એમ ત્રણ પ્રકાર છે.
જેણે જગતનો સ્વભાવ સારી રીતે જાણ્યો છે, જે નિઃસંગ નિર્ભય તેમ આશંસા (મહત્ત્વાકાંક્ષા) રહિત છે તેવો વૈરાગ્ય ભાવિત મનવાળો સાધક પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org