________________
વિષય-કષાય ભરેલા હોય ત્યાં સુધી સંકલેશ હોય છે. ભગવાન હોય ત્યાં સુધી પ્રસન્નતા હોય છે. જો ભગવાન આવે તો: * બુદ્ધિમાં ભગવાન આવે તો સમ્યગુજ્ઞાન મળે.
હૃદયમાં ભગવાન આવે તો સમ્યગ્ગદર્શન મળે. હાથમાં (કાયામાં) ભગવાન આવે તો સમ્યફચારિત્ર મળે.
અત્યારે આપણી હાલત કેવી છે? સંસારના ગલમાં ભૂલો પડેલા છીએ. રાગ-દ્વેષના લૂંટારાઓએ લૂંટી લીધા છે. આંખે જ્ઞાનવરણીય કર્મનો પાટો બાંધ્યો છે.
ભગવાન આવીને આપણને બચાવે છે.
ભગવાન સૌ પ્રથમ અભય આપે છે. ૩૧મયા I ત્યાર પછી આંખો પરના પાટા હટાવે છે. વરવવુદયાળ | પછી માર્ગ બતાવે છે: માયા ! પછી શરણું આપે છે : સરળતયાળ પછી બોધ આપે છે: વોહિયાળા આવા ભગવાન મળ્યાનો આનંદ કેટલો હોય? આવા ભગવાન મળ્યા પછી પણ જો પ્રમાદ કર્યો તો આપણા જેવા દયનીય બીજા કોઈ નહિ હોય.
દૂધનો રંગ પાણીએ મેળવવો હોય તો દૂધમાં ભળવું પડે. ભગવાનનું ઐશ્વર્ય પામવું હોય તો ભક્ત ભગવાનમાં ભળવું પડે. જે ક્ષણે આપણો આત્મા પરમાત્મા સાથે ભળી જશે તે જ ક્ષણે આનંદનું અવતરણ થશે. અસીમ આનંદનો પળ-પળે અનુભવ એ જ ભગવાનમાં ભળ્યાની નિશાની છે.
યા તો ભગવાનમાં ભળો યા તો સંસારમાં ભળો. ભગવાનમાં નથી ભળતા ત્યારે તમે સંસારમાં ભળો જ છો, ભળેલા જ છો, એ ભૂલતા નહિ. દેહ સાથેનો અભેદભાવ છૂટે તો પ્રભુ સાથેનો ભેદભાવ તૂટે. અથવા તો પ્રભુ સાથેનો ભેદભાવ છૂટે તો દેહ સાથેનો ભેદભાવ તૂટે. એમ પણ કહી શકાય. શાસ્ત્ર ના કહે છે મોક્ષમાં ગયેલા ભગવાન પાછા આવતા નથી.
ભક્ત કહે છે : ભગવાન આવે છે. બન્ને વાત સાચી છે. આત્મદ્રવ્યરૂપે ભગવાન ભલે નથી આવતા, પણ ઉપયોગરૂપે જરૂર આવે છે.
आज्ञा तु निर्मलं चिंत વર્તવ્ય ઋટિોપમન્ ! – યોગસાર
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org