________________
ન “મમ'
આ પ્રતિમંત્ર જપો. મોહરાજા કાંઈ નહીં કરી શકે. હું શરીર નહિ, પણ આત્મા.
હું એટલે અરિહંતનો સેવક. અરિહંતનો પરિવાર ગુણ-સમૃદ્ધિ) તે મારા.
નવકાર આત્મસાત્ કરવાથી કરુણા વધવાની. ગુણો વધવાના, દેવ-ગુરુ ભક્તિ વધવાની.
નવકારમાં છ વાર નમો આવે છે, ૧૦૮ નવકારમાં ૬૪૮ વાર નમો આવે છે. તમે કેટલી માળા ગણી? હવે નમ્રતા કેટલી વધી ? નવકાર ગણ્યા પછી નમ્રતા વધવી જોઈએ.
દ્રવ્ય.... ગુણસમુદાય. ક્ષેત્ર સ્વઅવગાહના કાળ.... વર્તના લક્ષણરૂપ. ભાવ.... ગુણ પર્યાયનું પ્રવર્તન.
આ વિચારધારાથી મૃત્યુ, આદિના સંકટસમયે પણ સમાધિ રહે. મારી પાસે મારું છે જ શું? જે નષ્ટ થવાનું છે તે મારું નથી.
ભગવાન પ્રત્યે પ્રેમભાવ જાગ્યો તો બધા જ પૈસા વસૂલ! બાકી જેનો કાંઈ ગાંડા નથી કે કરોડો રૂપિયા મંદિરમાં લગાવે. જેનો સમૃદ્ધ છે તેનું કારણ પણ જિન-ભક્તિ અને જીવદયા છે. ભક્તિનું પ્રાધાન્ય
આપણે બધાં ભણવાની પાછળ પડી ગયા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે મંડી પડ્યા. પણ માત્ર એટલાથી શું થશે? મોહનીય કર્મ પર ફટકો નહિ પડે ત્યાં સુધી કાંઈ નહિ વળે. હું ભક્તિ પર એટલે જ જોર આપું છું. ભક્તિ જ એવું જ છે, જેથી મોહનો પર્વત ચૂર ચૂર થઈ જાય. ભક્તિથી તમે ‘સદાગમ'ના ઉપાસક બનો છો. સદાગમના ઉપાસકોને મોહ કાંઈ ન કરી શકે.
દિગંબર અને શ્વેતાંબરોમાં અહીં જ તફાવત છે, દિગંબરોમાં પ્રથમ તત્વાર્થ ભણાવવામાં આવે છે. ત્યાં પંડિતો તૈયાર થાય છે. જ્યારે શ્વેતાંબરોમાં નવકાર આવશ્યક સૂત્રો વગેરે ભણાવવામાં આવે છે. આથી અહીં શ્રદ્ધાળુ
શ્રી કલાપૂર્ણપ્રબોધ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org