________________
દુષ્કૃતગીં : શરણાગતિના ભાવથી ભાવિત થયેલો આત્માને પોતાના દોષો વીંછીના ડંખોની જેમ ડંખે છે. પુનઃ એવાં પાપ ન થાય, તેવી રિચ ન થાય, આમ શરણાગત પામેલો આત્મા સદા જાગૃત રહે છે. નિષ્પાપ અને નિર્મલ જીવન માટે સતત ઉદ્યમવંત હોય છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ‘વીતરાગ સ્તવ’ની કૃતિમાં સાધકના મનની દશા જણાવે છે.
“હે ત્રિભુવનપતિ ! મોહાદિને આધીન બની હું ક્ષણ વારમાં બાહ્ય ભાવોમાં આસક્ત બની જાઉં છું. વળી કોઈ ક્ષણમાં વિરક્ત પણ બનું છું. પ્રતિકૂળ સંજોગો સર્જાતાં પળ વારમાં હું ક્રોધાદિને વશ થાઉં છું તો વળી અનુકૂળ સંજોગોમાં ક્ષમામૂર્તિ બની જાઉં છું.
હે પ્રાણાધાર ! આપ જેવા રક્ષક મળવા છતાં મોહાદિ ચોરોથી મારું જ્ઞાનાદિગુણરત્નો લૂંટાઈ જાય છે. માટે હે કૃપા સિન્ધુ ! કૃપા કરી મને એવી શક્તિ આપો જેથી હું ભક્તિનિષ્ઠ બની આત્મશ્રેય સાધું. સુકૃત્ય અનુમોદન કેવો સરળ ઉપાય જાણે છાંયે છાંયે સંતપ્ત સંસારને તરી જવાનું જહાજ.
સુકૃત્યનું અનુમોદન ક્રમશઃ ૫રમાત્મા અરિહંતથી થાય છે, સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમાત્મા પરમ કલ્યાણ સ્વરૂપ છે. જીવને માર્ગે ચઢાવે છે, અને રક્ષણ આપે છે. યોગક્ષમંકર છે. સિદ્ધ પરમાત્મા જેઓ નિર્વાણ પામી ગત જીવોને અભયદાન આપ્યું છે, અને અવ્યવહા૨ રાશિમાં સબડતા જીવોને (નિગોદ) વ્યવહારરાશિનું પ્રદાન કરી મનુષ્યભવ સુધી પહોંચાડ્યા. તેમના શુદ્ધસ્વરૂપનું અનુમોદન કરતા તેવા ગુણો પ્રગટે છે. જીવ અપૂર્ણ મટી પૂર્ણ બને છે, સંસારી મટી સિદ્ધ બને છે.
આચાર્ય ભગવંતો શુદ્ધ આચાર વડે સંઘની રક્ષા કરે છે તેમના સુકૃત્યની અનુમોદના આચારની શુદ્ધિ કરાવે છે. વળી ઉપાધ્યાય અને સાધુભગવંતોના સંયમ સાધનાની અનુમોદના દ્વારા તેવા ગુણો પ્રગટે છે.
આ ઉપરાંત ત્રણ કાળને વિષે જેમણે જીવનને કૃતપુણ્ય બનાવ્યું છે, તે ઉપરાંત જે કોઈ પુણ્યાત્માઓએ સુકૃત્ય કર્યાં હોય તેનું અનુમોદન કરવું. ગુણાનુરાગથી ગુણ પ્રગટે છે.
એક જૈનદર્શન જ એવું છે કે જે અનુમોદનાને પણ આરાધના જણાવે
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org