________________
છે, ધર્મ જણાવે છે, જેના દ્વારા પાપની હાનિ થાય અને પુણ્યની પુષ્ટિ થાય.
સુકૃત્યનું સેવન કે અનુમોદન શુભાનુબંધને દઢ કરે છે. વીતરાગ પ્રણીત સદ્અનુષ્ઠાનનાં આરાધકની સઘળી આરાધના સુકૃત અનુમોદના પૂર્વકની જ હોય. આમ આસેવન અને અનુમોદન અન્યોન્ય પૂરક છે. એકને ત્યજી દે તો તે ફળદાયી નથી થતું.
શરણાગતિથી ચિત્તની સ્થિરતા થાય છે. દુષ્કૃતગહથી ચિત્તની નિર્મળતા થાય છે. સુકૃત અનુમોદનાથી સ્વરૂપ તન્મયતા થાય છે. આથી ધ્યાતા, ધ્યાન, ધ્યેયની “સમાપત્તિ એકતારૂપ અભેદ પ્રણિધાનરૂપ હોવાથી તે આત્માની સહજ સમાધિ છે.
દુષ્કતગહ વડે બહિરાત્મદાનો ત્યાગ, સુકૃત અનુમોદના વડે અંતરાત્મદશામાં સ્થિરતા અને શરણાગતિ ભાવ દ્વારા પરમાત્મદશાનું ભાવન થાય છે. જ્યારે અંતરાત્માનું પરમાત્મતત્ત્વમાં સમર્પણ થાય છે ત્યારે આનંદઘનરસ અત્યંત પુષ્ટ થાય છે. અપેક્ષાએ સુકૃત સેવન હજી સહેલું છે. પણ અનુમોદન કઠણ છે. તેમાં વળી દુકૃતગહ – દોષ આલોચન તો તેનાથી કઠણ છે. જ્ઞાનપ્રકાશ વગર ગુણદૃષ્ટિ પ્રગટતી નથી. ચેતન / જ્ઞાન અજુવાલીએ (અનુભવીએ)
આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. તેનો અનુક્રમે વિકાસ જણાવે છે.
(૧) શ્રુતજ્ઞાન: પ્રમાણ અને નયના બોધ રહિત વાક્યોનો સામાન્ય અર્થ જાણવો તે શ્રુતજ્ઞાન છે. તે કોઠીમાં રહેલા બીજ જેવું છે. અર્થાત સમ્યગુ શ્રુતજ્ઞાન મિથ્યાભિનિવેશ કદાગ્રહ રહિત હોય છે, તેથી સ્વસ્થ અને સ્વાદિષ્ટ જળના સ્વાદ જેવું છે. (આંશિક આનંદ જેવું)
(૨) ચિંતાજ્ઞાનઃ સર્વ પ્રમાણ અને નાગર્ભિત સૂક્ષ્મ ચિંતનયુક્ત હોય છે. તે જળમાં તેલ બિંદુની જેમ વિસ્તાર પામે છે, પાણી સપાટી પર પથરાઈ જાય છે. દૂધના રસ જેવો સ્વાદ હોય છે. વિશેષ આનંદપ્રદ)
(૩) ભાવનાજ્ઞાનઃ આ જ્ઞાન શાસ્ત્રના તાત્પર્યયુક્ત હોય છે. જિનાજ્ઞાને પ્રાધાન્ય આપે છે. આદરપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે, તેથી સ્વપર ઉભય પરમ હિતકારક છે. તેનો સ્વાદ અમૃતતુલ્ય હોય છે.
ભાવનાજ્ઞાનથી ભાવિત થયેલો આત્મા “અનુભવપ્રકાશને પ્રાપ્ત કરે છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org