________________
નિવેદન
પૂજ્યશ્રીના ચરણે કોટિશઃ વંદન હો.
અધ્યાત્મયોગી આ. શ્રી કલાપૂર્ણવિજયસૂરિ ભગવંતુ વિષે લખવાની કલમ, બુદ્ધિ અને વિચાર ઘણા વામણા લાગે છે. પરંતુ પૂ. શ્રીનો ઉપકાર એવો છે કે તેના આધારે કલમ કંઈ ચાલી શકે છે. પૂ. શ્રીના વાત્સલ્યપૂર્ણ સાંનિધ્ય જીવનની બાજીને પલટી નાંખી. પૂ. શ્રી દ્વારા આત્મહિતની ચાવીઓ કેટલાયે રૂડા જીવોને પ્રાપ્ત થઈ હશે?
નવકારમંત્ર દ્વારા, વાચના દ્વારા, વાસક્ષેપ પ્રદાન દ્વારા, પ્રસન્નતા દ્વારા અને છેવટે નિર્મળ દષ્ટિ દ્વારા, ભક્તિમાં સાંનિધ્ય આપવા દ્વારા, વચનલબ્ધિ દ્વારા, તત્ત્વદષ્ટિ દ્વારા. આવી અનેક ગુરુચાવી ધારકની આજે પાર્થિવ દેહે અનઉપસ્થિતિ છે તે કેમ માની શકાય? જેમણે તેઓશ્રી પાસે આવી એકાદ ચાવી મેળવી હશે તેનું જીવન ધન્ય બન્યું છે.
આ જીવને તો તેમણે પૂર્ણ વાત્સલ્ય ભાવે ઘણું આત્મહિતનું પ્રદાન કર્યું છે. એ ગુણ તો ત્યારે જ ચૂકવી શકાય કે જ્યારે તેમના પગલે ચાલીએ. પ્રાર્થના એ જ છે કે પ્રભુકૃપા એ શક્તિ આપે.
સંભવ છે કે આવા મહાન યોગીના વિશેષ સંપર્કથી જીવો વંચિત રહ્યા હોય તેમને તેમના ગ્રંથોરૂપી અક્ષરદેહ ઉપકારક થાય. વળી બધા જ ગ્રંથોનું અવલોકન ન કરી શકે તેને માટે પ્રસ્તુત શ્રી કલાપૂર્ણ પ્રબોધ ગ્રંથ જીવનપાથેય બની શકશે.
પ્રસ્તુત ગ્રંથમાં લેખકના કોઈ પણ શબ્દો અંકિત થયેલા નથી બધું જ પૂજ્યશ્રીની પવિત્રવાણી કે ગ્રંથોનું દોહન છે. ભવ્યાત્માઓ વાંચશે, વંચાવશે અને જીવનમાં ધારણ કરશે તેમને સૌને પૂજ્યશ્રીના દિવ્યાશીષ પ્રાપ્ત થાઓ તેવી અભ્યર્થના.
કહે કલાપૂર્ણસૂરિ'ના ભાગ : ૧થી ૪ સંકલનગ્રંથો તથા અન્ય ગ્રંથોમાંથી અવતરણ કરી આ ગ્રંથરચના કરવાની સંમતિ આપવા માટે પૂ. પં. મુક્તિચંદ્રવિજયજીનો તથા પં. મુનિચંદ્ર વિજયજીનો આભાર માનું છું.
આ સર્વ લેખન કેવળ ઉતારા જ છે. અર્થાત્ એ પૂશ્રીનો જ ઉપદેશ છે, તેને કેવળ શબ્દાંકિત કરવાનો પુયયોગ મળ્યો તે માટે પૂજયશ્રીના ચરણમાં વંદન હો. અગર તો તેમના સાંનિધ્યનો પુણ્યયોગે અપૂર્વ અવસર જ માણ્યો છે. છતાં કોઈ ક્ષતિ હોય તો ક્ષમાયાચના.
ઉપકાર ભૂલ કેમ તમારે ગુરુજી મારો સફળ થયો જન્મારો ભવ અટવીમાં ભમતાં ભમતાં ક્યારે આવત આરો?
કૃપા કરીને કર પકડી લીધો માર્ગ બતાવ્યો મને ન્યારી. ગુરુજી.
વિનીત સુનંદાબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org