________________
માટે જ જીવવિચાર આદિ ભણવાના છે. જીવોનાં ભેદ, કર્મ, ગતિ કે જાતિનાં કારણે પડે છે. ચેતનાની અપેક્ષાએ કોઈ ભેદ નથી. એટલે પહેલા જીવોની એકતા પણ (અભેદ) મનમાં હોવી જ જોઈએ. હિન્દ મહાસાગર, અરબીસાગર કે બંગાળનો અખાત વગેરે સાગરના ભેદો જાણતી વખતે એ વસ્તુ ખ્યાલમાં રહેવી જોઈએ કે સાગરરૂપે બધા એક છે. માત્ર ભૌગોલિક સ્થિતિના કારણે નામ અલગ છે.
(૨) ગણિતાનુયોગ જ્ઞાન માટે; એકાગ્રતાથી જ્ઞાન વધે (૩) ચરણકરણાનુયોગ ચારિત્ર માટે
(જી કથાનુયોગ ત્રણેયનું ફળ છે. આથી જીવ વિરાધનાથી બચે. આરાધનામાં આગળ વધે.
જેનો પર થતા આક્ષેપો સાંભળીને શ્રદ્ધાળુ બેસી ન રહે, પ્રતિસાદ કરે. આજે કોઈ કહે: “જૈનદર્શનમાં ધ્યાનયોગ નથી.” તો આપણે સાંભળીને બેસી રહીએ ને એથીએ આગળ વધીને આપણામાંના કેટલાક ટોળે વળીને એમની શિબિરોમાં પણ જાય. પણ હરિભદ્રસૂરિજી આવી શિથિલ શ્રદ્ધાવાળા નહોતા. એમણે એકેક આક્ષેપકારીની બરાબર ખબર લઈ નાખી છે. જૈનદર્શન પ્રત્યેની એમની શ્રદ્ધા ખૂબ જ અગાધ હતી.
ચિન્તન ઉપયોગી ક્યારે બને?
સતુશાસ્ત્રોમાં તત્ત્વનું નિરૂપણ હોય છે. ગુરુગમ વડે તે રહસ્યો ખૂલે છે. તેનું ચિંતન જીવને ઉપયોગી છે. ક્યારે? જો તે સાધક એકાંતમાં છે તો આત્મભાવમાં સ્થિર થાય છે અને વ્યવહારમાં છે તો મનના વિચારને, વાણીના વ્યાપારને શારીરિક ક્રિયાને તત્ત્વમય રાખે છે, અર્થાત્ અશુભ હો કે શુભ તેને નથી શોક કે હર્ષ. તે તો આત્મામાં સંતુષ્ટ છે. જો આ યોગોમાં તે જાગૃત નથી તો તેની તત્ત્વદૃષ્ટિ શુષ્ક છે. જે ભવસાગર તરવામાં પ્રયોજનભૂત બનતી નથી.
વરસાદ સરખો જ પડે છે. તમારા મટકા પ્રમાણે જ તમે પાણી ભરી શકો. વરસાદ સરખો જ પડે છે. તમે ખેતરમાં જે વાવો તેને ઉગાડે. ઘઉં હોય કે બાજરી ! બાવળ હોય કે આંબા ! પાણીને કોઈ પક્ષપાત નથી. ભગવાનની વાણીને પણ કોઈ પક્ષપાત નથી. તમારી યોગ્યતા પ્રમાણે તે જૈનદર્શનની મૌલિકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org