________________
આ વિબ ટળી ગયું. હાથીઓ રવાના થઈ ગયા.
રામના નામે પથ્થર તરે... પથ્થર જેવા અમે “કલાપૂર્ણના નામથી તરી ગયા. મહાદેવના નામથી પોઠિયા પૂજાય તેમ અમે પૂજાઈએ છીએ. જે સમાજની જવાબદારી પૂજ્યશ્રીને મળી છે, તે સમાજને પૂજ્યશ્રી ભગવાનના ભક્ત જ માત્ર બનાવવા માંગે છે.
આજે આપણે કુમારપાળ આદિને યાદ કરીએ છીએ, તેમ ૨૦-૪૦ વર્ષ પછી પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજીની નિશ્રામાં આરાધના કરતા શ્રાવકો કેમ સ્મરણીય ન બને? એવું આદર્શ જીવન બનાવવાનું છે.
શ્રી શત્રુંજય તીર્થ વિ. ૨૦૫૭ (૨૦૦૧)
તમે નક્કી કર્યું કે ક્રોધ નહિ કરું,ક્ષમાં રાખીશ. પણ પ્રસંગ આવે ભૂલી ગયા ક્રોધ સહજ થઈ જાય. છતાં હૃદયમાં પ્રભુનું સ્મરણ રહે તમે ક્રોધના હુમલાથી બચી શકો તે યોગક્ષેમ કહેવાય. પરલોકની અપેક્ષાએ ભગવાન આત્માને દુર્ગતિથી બચાવીને ક્ષેમ કરે છે. પ્રભુ સર્વ ઉપર ઉપકાર કરવા તૈયાર છે પણ સર્વ જીવોને તેમનું યોગક્ષેમ લેવાની શક્તિ નથી.
નવકાર : સર્વ આગમોનો સાર નવકારમાં છે આ નવકારને કદી નહિ ભૂલતા. નવકાર કહે છે તમે જો મારું સ્મરણ કરો છો તો સર્વ પાપોનો નાશ કરવાની જવાબદારી મારી છે. બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખી પરિકમ્મા કરી રહ્યા છે. ચૌદ પૂર્વી પણ અંત સમયે નવકાર યાદ કરે છે. આવો મહામૂલો નવકાર મળ્યો છે તેને ભાગ્ય પરકાષ્ઠા સમજો.
અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિષે સાદર કંઈ કહીશું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org